>
Wednesday, February 11, 2026

ખેડબ્રહ્મા ની જ્યોતિ હાઇસ્કુલની ઇકો ક્લબ દ્વારા એક દિવસીય પર્યાવરણ શિબિરનું ભવ્ય આયોજન કરાયું

ખેડબ્રહ્મા ની જ્યોતિ હાઇસ્કુલની ઇકો ક્લબ દ્વારા એક દિવસીય પર્યાવરણ શિબિરનું ભવ્ય આયોજન કરાયું

 

જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માની ઇકો કલબ દ્વારા એક દિવસીય પર્યાવરણ શિબિર દામાવાસ તીખી મગરી ના મયુર કેમ્પસાઈટ ખાતે આયોજન કરવામાં આવ્યું.

 

 

વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે અને સાહસિક વૃતિ ખીલે તે હેતુથી જ્યોતિ હાઈસ્કૂલની ઇકો કલબ દ્વારા તારીખ 5 2 2026 ને ગુરૂવારના ગુરુવારે એક દિવસીય પર્યાવરણ શિબિર અને ટ્રેકિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11:00 કલાકે સ્કૂલમાંથી બાળકો બસમાં બેસીને તીખી મગરીના પહાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા. નિર્ધારિત સમયે ટ્રેકિંગની શરૂઆત કરતાં પહેલાં શિક્ષકશ્રી અમૃતભાઈ માળી અને અનિલભાઈ ગામીત દ્વારા પહાડી ચડતી વખતે રાખવાની સાવચેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પહાડની કેડીઓ પર ચાલતી વખતે બાળકોને કુદરતી વનસ્પતિ પક્ષીઓનો કલરવ અને તાજી હવાનો આનંદ માણ્યો હતો. ચઢાવ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વનસ્પતિઓ, અલગ અલગ પક્ષીઓ તેમજ ચેકડેમ,તળાવ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું અને પર્યાવરણના જતન માટે ના શપથ લીધા હતા.

ત્યારબાદ નીચે આવીને મયુર કેમ્પ સાઇટ પર બાળકોએ સાથે લાવેલ પૌષ્ટિક ભોજન લીધું અને બધા વિદ્યાર્થીઓએ એકબીજા સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજનની વહેચણી કરી હતી. ઘરેથી લાવેલું સાદું અને શુદ્ધ ભોજન ખુલ્લા આકાશ નીચે બેસીને જમવાનો અનુભવ અદભુત રહ્યો હતો. પછી શિબિર માટે ઉપસ્થિત પ્રકૃતિવિદ અને પક્ષીપ્રેમી એવા તજજ્ઞશ્રી મયુરભાઈ રાઠોડ દ્વારા ‘પ્રકૃતિ આપણી માતા છે તેનું જતન એ જ આપણી પ્રગતિ છે’ એવી સરસ સમજ આપી હતી ત્યારબાદ પર્યાવરણ પ્રેમી એવા નિવૃત્ત શિક્ષક શ્રી શાંતિલાલ પટેલ સાહેબ દ્વારા બાળકોને આધ્યાત્મિકતા સાથે પ્રકૃતિના જતનની સુંદર માહિતી આપી હતી. અને ત્યારબાદ જ્યોતિ હાઈસ્કૂલના શિક્ષક અને ઇકો કલબના ઇન્ચાર્જ શ્રી અમૃતભાઈ માળીએ “પાણી બચાવો પૃથ્વી બચાવો” ઉપર બાળકોને વિસ્તૃત સમજ આપી હતી, તેમજ પાણી અને વાણી વિચારીને વાપરવાની વાત કરી હતી. આમ આ પ્લાસ્ટિક મુક્ત શિબિરનું “સ્વસ્થ પર્યાવરણ, સુંદર પર્યાવરણ” ના નારા સાથે સમાપન કરવામાં આવ્યું.

આ શિબિરને સફળ બનાવવા માટે શિક્ષકશ્રી અજીતસિંહ દેવડા સાહેબ અને અનિલભાઈ ગામીત સાહેબ એ સુંદર આયોજન કર્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores