>
Friday, February 27, 2026

રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી..

રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી..

 

૧૭ ડમ્પર સીઝ, ₹૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

 

માન. કલેકટરશ્રી આનંદ પટેલ (IAS) ની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રીશ્રી અંજાર (પૂર્વ-કચ્છ) ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ સામે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તા. 27/02/2026 ના રોજ મોજે પલાસવા, તા. રાપર ખાતે ચાઈના ક્લે ખનિજનું ગેરકાયદેસર વહન થતું હોવાની બાતમીના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

 

તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા કુલ ૧૭ ડમ્પરને સીઝ કરવામાં આવ્યા હતા, તેમજ ૧ ટ્રક સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજિત રૂપિયા ૭.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

 

સંબંધિત વાહનચાલક અને માલિકો સામે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે સખત વલણ અપનાવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ રાપર કચ્છ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores