>
Tuesday, March 3, 2026

ચાલો ફરી એક વાર વિદ્યાર્થી બનીએ….માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહ મિલન

*ચાલો ફરી એક વાર વિદ્યાર્થી બનીએ….માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહ મિલન…*

 

આજ રોજ તારીખ 0૧/0૩/૨૦૨૬ અને રવીવાર ના રોજ માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા ખાતે આ સંકુલ ના ટ્રસ્ટી શ્રી રમેશ મોરી સાહેબ દ્વારા ચાલો ફરી એક વાર વિધર્થી બનીએ જેવા સ્લોગન સાથે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નુ સ્નેહ મિલન નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને વિધાર્થીની ઓ હાજર રહ્યા હતા. અને તમામ વિધાર્થી ઓ એ સ્કૂલમાં વિતાવેલ પોતપોતા નો અનુભવ અને કારકિર્દી રજુ કરી હતી અને જૂની યાદો ને ફરી એક વાર તાજી કરી હતી.

આમ જોવા જઈએ તો સ્કૂલો તો આપણી આસ પાસ ઘણી બધી હોય છે પરંતુ આ માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા ની મુખ્ય વિશેષતા ઓ એ છે કે….

 

1. ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ કરતી તમામ દીકરીઓ ને ૫૦% ફી માંફ કરી આપવામાં આવે છે.

2. આવવા જવા માટે વાહનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

3. દરેક શનિવારે ટેસ્ટ લેવામાં આવે છે અને મેળવેલ ગુણ ની યાદી વાલીને જાણ કરવામાં માં આવે છે.

4. નબળા બાળકોને એક્સ્ટ્રા ક્લાસ લેવામાં આવે છે.

5. વર્ષ માં બે વાર વાલી મીટીંગ નુ આયોજન કરવામાં આવે છે.

6. દરેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે.

7. દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ નુ આયોજન કરવામાં આવે છે.

8. સ્પર્ધાત્મક પરીક્ષા તથા સર્જનાત્મક પરીક્ષા માટે બાળકને પ્રોત્સાહન આપવામાં આવે છે.

9. દરેક ધોરણમાં મર્યાદિત સંખ્યામાં એડમીશન આપવામાં આવે છે.

10. મુખ્ય વિશેષતા સંચાલકો એ જ શિક્ષકો છે.

11. યોગ્ય અને અનુભવી, અને તાલીમ બધ્ધ શિક્ષકોનો સમૂહ.

12. વર્ષ ના અંત માં સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે.

13. સ્પર્ધાત્મક પરીક્ષા ઓ ની તૈયારી માટે ૨૪*૭ લાઈબ્રેરી સતત કાર્યરત છે.

અન્ય શાળા માં એડમીશન લેતા પેહલા એક વાર આ માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા ની અવશ્ય મુલાકાત લેજો.

કાર્યક્ષેત્ર – બાલવાટિકા થી ૧૨ ગુજરાતી માધ્યમ.

સરનામું – માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા દીવ રોડ દેલવાડા, તા ઉના

 

રિપોર્ટર – ભાણજી સોલંકી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores