>
Sunday, April 5, 2026

માં નર્મદા પરિક્રમાવાસી ભવાનસિંહજી વાઘેલાનો સત્કાર સમારંભ યોજાયો

માં નર્મદા પરિક્રમાવાસી ભવાનસિંહજી વાઘેલાનો સત્કાર સમારંભ યોજાયો

 

સમગ્ર ભારત દેશમાં એક જ નર્મદા નદીની પદયાત્રાને પવિત્ર માનવામાં આવે છે જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ અધ્યાપક શ્રી ભવાનસિંહ વાઘેલા 3400 કિલોમીટરની પદયાત્રા વિના વિઘ્ને 90 દિવસમાં પૂર્ણ કરી હતી. ખેડબ્રહ્મા માતાજી મંદિર પરિસરમાં વાઘેલા પરિવાર વતીથી ડોક્ટર ભવ્યરાજસિંહ દ્વારા યોજેલ સત્કાર સમારંભમાં અધ્યક્ષ તરીકે જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખશ્રી જેઠાભાઈ પટેલ, મુખ્ય મહેમાનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, સાધ્વી શ્રી શારદાબા, મહિલા મોરચા ઉપાધ્યક્ષ અંબિકાબેન સુથાર, મંત્રીશ્રી રાજાભાઈ પટેલ, વાઘેલા પરિવારના વડીલ અને મોટાભાઈ શ્રી નટવરસિંહજી વાઘેલા (સુકુભા બાપુ ) અને મંદિર ટ્રસ્ટના મેનેજરશ્રી લક્ષ્મણસિંહ કુંપાવત, ગાંધીનગરથી આર આર સેલ તથા ક્રાઈમ બ્રાન્ચમાંથી શ્રી લક્ષ્મણસિંહજી, નીલ-જીલની સ્પેશિયલ ઉપસ્થિતિ તથા મંદિરના ટ્રસ્ટીશ્રી પ્રવીણસિંહ સોલંકી, સાબર ડેરી પૂર્વવાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યશ્રી ડોક્ટર તુષાર ચૌધરીએ શુભેચ્છાઓ આપી હતી. અંબિકા માતાજી મંદિરના પૂજારીશ્રી દશરથ બાવજી દ્વારા નર્મદા મૈયાનું પૂજન અને આરતી કરી તથા બાલિકા પૂજન કરવામાં આવેલ.. આવનાર સૌ મહેમાનો તથા હરિભક્તોને જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવેલ. ત્યારબાદ પરિવાર, સગા સંબંધીઓ, અનેકવિધ સંસ્થાઓ, પરોયા ગામ, જ્યોતિ હાઇસ્કુલ સ્ટાફ તથા સોસાયટીના સદસ્યો દ્વારા પરિક્રમાવાસી શ્રી ભવનસિંહજી વાઘેલાનું ભાવસભર બહુમાન કરવામાં આવેલ. ત્યારબાદ 3400 કિલોમીટરની પદયાત્રાના સંસ્મરણોનું પરિક્રમાવાસી શ્રી ભવાનસિંહજી વાઘેલાએ ખુબ સુંદર રીતે વર્ણન કર્યું હતું. સમારંભ અધ્યક્ષ શ્રી જેઠાભાઈ પટેલે આશીર્વાદ હતા આભાર દર્શન ડોક્ટર ભવ્યરાજ સિંહ વાઘેલાએ કરેલ. અંતમાં સૌને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores