ઈડરના મૂડેટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કરાયું
ઈડર તાલુકાના મુડેટી ખાતે દ્વારકા શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીના સાનિધ્યમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન સંકુલનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્હસ્તે કરવામાં આવ્યું,આ પ્રસંગે સહભાગી થવાનો અવસર મળ્યો.

શ્રી ભગવાન યાજ્ઞવલ્ક્ય સંસ્કૃત મહાવિદ્યાલયનું આ નૂતન ભવન માત્ર એક ઈમારત નથી,પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિના મૂળભૂત તત્વોને આધુનિકતા સાથે જોડી નવી પેઢીમાં ઉજાગર કરતું એક જીવંત ચેતનકેન્દ્ર છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે,ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે.

આ અવસરે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટી ગણ,રાજ્યમંત્રી શ્રી પી.સી.બરંડાજી,જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ અને મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ,પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


