>
Tuesday, June 16, 2026

હિંમતનગર મહેતાપુરા બસ સ્ટેશન પાસે થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ઈસમને એલ સી બી એ ઝડપી પાડયો…

હિંમતનગર મહેતાપુરા બસ સ્ટેશન પાસે થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ઈસમને એલ સી બી એ ઝડપી પાડયો…

 

એલ.સી.બી.હિમતનગરનાઓની રાહબરી હેઠળ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ઉકેલી કાઢવા સારુ એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમ સાથે વોચમાં ઉભા હતા તે દરમ્યાન અ.હે.કો. જીગ્નેશકુમાર સુરેશભાઇ તથા આ.પો.કો કિર્તિરાજસિંહ કિરીટસિંહ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, “હિંમતનગર મહેતાપુરા સર્કલ નજીક આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિનો મોબાઈલ ફોન તેમજ ચાંદીના કડાની ચોરી કરનાર ઇસમ હિંમતનગર બસ સ્ટેશનમા ઉભો છે જેને કથ્થાઈ રંગનો આખી બાયનો શર્ટ તથા કથ્થાઈ રંગનુ પેન્ટ પહેરેલ છે.” વિગેરે મુજબની બાતમી હકીકત આધારે હિંમતનગર બસ સ્ટેશન ખાતે આવતા બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ ઉભેલ હોય જેને કોર્ડન કરી પકડી નામ પુછતા ભાણાભાઈ સ/ઓ દાનાભાઈ ઉર્ફે દિનેશભાઈ ધર્માભાઈ જાતે સલાટ (મારવાડી) હાલ રહે, બી/૭ ભગવતીનગર આવાસ યોજના,નાના ચિલોડા, અમદાવાદ શહેર મુળ રહે, માયઓન સ્કુલ પાસે સલાટવાસ, હિંમતનગર જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવતા તેની અંગ જડતી કરતાં પેન્ટના ખીસ્સામાંથી ચાંદી જેવા સફેદ ધાતુનુ કડું નંગ.૦૧ તથા વાદળી રંગનો વીવો કંપનીનો T4X મોડલનો મોબાઈલ ફોન હોય સદરીના પાસે રહેલ ચાંદી જેવા સફેદ ધાતુનુ કડું તથા મોબાઈલ સંબંધે પુછતાં આધાર પુરવા માગતાં તેની પાસે કોઈ પુરાવા ન હોય તેમજ કોઇ સંતોષકારક જવાબ ન આપતાં ઉપલબ્ધ રેકર્ડ તથા સોફટવેર ઇ-ગુજકોપ અને પોકેટ કોપથી તપાસ કરતા સદર મોબાઇલ તેમજ કડાની ચોરી બાબતે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુન્હામાં ચોરીમાં ગયેલ હોવાનું જણાઇ આવેલ તેમજ પકડાયેલ ઇસમને વિશ્વાસમાં લઈ યુકતિપ્રયુકિતથી પુછપરછ કરતાં એક અઠવાડીયા અગાઉ હિંમતનગર મહેતાપુરા સર્કલ નજીક આવેલ બસ સ્ટેશન પાસે એક વ્યક્તિની નજર ચુકવી તેની પાસેથી ચાંદીનુ કડુ તથા મોબાઇલ ફોન ચોરી કરી લઈ નીકળી ગયેલ અને મોબાઇલ કવર ખોલતા તેમાથી રોકડ રકમ રૂ.૧૫૦૦/- મળેલ હોવાનું હકીકત જણાવતો હોય કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૨,૯૯૯/-ની ગણી ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ ૧૦૬ મુજબ કબજે કરી આ આરોપી ભાણાભાઈ સ/ઓ દાનાભાઈ ઉર્ફે દિનેશભાઈ સલાટને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

મો.8780638478

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores