વડાલી પોલીસે બે ઈસમોને દેશી બનાવટની બંદૂકો સાથે ઝડપી પાડ્યા
સાબરકાંઠા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવતી હોય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કામગીરી કરવા સૂચના આપેલ હોય જે આધારે વડાલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી આર પઢેરીયા તથા તેમની ટીમના માણસો કાર્યરત હતા
વડાલી પોલીસ સ્ટેશનના પો.કો. નરેશભાઈ મોતીભાઈ ને બાતમી મળેલ કે વડાલી પોલીસ સ્ટેશન હદ માં મેધ ગામ થી કરૂંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગૌચરમાં આરોપી મહેન્દ્રભાઈ માવજીભાઈ ડાભી ઉંમર વર્ષ .26 તથા રાકેશભાઈ સુરેશભાઈ ડાભી ઉંમર વર્ષ. 32 બંને રહે દામાવાસ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા વાળા એ પોતાના કબજામાં વગર લાયસન્સની ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફૂલ્લીદાર બંદૂક નંગ બે સિંગલ બેરલની કિંમત આશરે 10,000/- ની મળી આવતા બંને આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કામગીરી કરી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 