>
Tuesday, April 7, 2026

થરાદની વાઈબ્રન્ટ વિદ્યાલયનો ગૌરવશાળી સફર: ૧૪મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ફરી સર્જાશે સફળતાનો ઈતિહાસ*

*થરાદની વાઈબ્રન્ટ વિદ્યાલયનો ગૌરવશાળી સફર: ૧૪મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ફરી સર્જાશે સફળતાનો ઈતિહાસ*

 

થરાદ, પ્રતિનિધિ: પત્રકાર નરસિંહભાઈ દવે લુવાણા (કળશ)

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં આવેલી અદ્યતન અને પ્રતિષ્ઠિત ગણાતી સંત શ્રી દયારામજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાઈબ્રન્ટ વિદ્યાલય આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ સાથે પોતાના સફળ કાર્યકાળના ૧૪મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહી છે. વર્ષો થી સતત ઉત્તમ શૈક્ષણિક પરિણામો અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે શાળામાં હાલ પરીક્ષાઓ તથા ધોરણ-૬ થી ૧૨ તા-૧૭/૦૪/૨૦૨૬ બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યે નવા પ્રવેશને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઝળહળતી શૈક્ષણિક સિદ્ધિઓઃ સંસ્થાના મંત્રી શ્રી ભરત રાણાભાઈ પટેલએ ગર્વપૂર્વક જણાવ્યું હતું કે ગાદીપતિ, રાજઋષિ, યોગીરાજ, બાલબ્રહ્મચારી, નશા વિરોધી, પર્યાવરણપ્રેમી, રાષ્ટ્રભક્ત, શિક્ષાપ્રેમી તથા કર્મયોગી પરમ પૂજ્ય મહંત શ્રી શ્રી ૧૦૮ દયારામજી મહારાજના પાવન સાન્નિધ્ય, માર્ગદર્શન અને આશીર્વાદ થી વાઈબ્રન્ટ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. NEET પરીક્ષા: વિદ્યાર્થીઓએ ૭૨૦ માંથી ૬૯૦ જેટલા ઉચ્ચ ગુણ મેળવી MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. IIT અને B.Tech પ્રવેશ: ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ ઉત્તમ રેન્કિંગ મેળવી સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા સાબિત કરી છે. ધોરણ ૧૦ (અંગ્રેજી માધ્યમ): બોર્ડ પરીક્ષામાં ૯૯.૯૯ PR અને ૯૮.૧૭ ટકા પરિણામ સાથે ગુજરાતના ટોપ-૧૦માં સ્થાન મેળવી ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શિષ્યવૃત્તિ સિદ્ધિ: શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ કુલ રૂ. ૫૦ લાખથી વધુની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ નોંધાવી છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર ઉત્તર ગુજરાત નો ગૌરવ વધાર્યું છે.

 

સેવા અને સામાજિક જવાબદારીમાં અગ્રેસરઃ સંચાલક શ્રી એમ.એમ. પટેલે જણાવ્યું કે, વાઈબ્રન્ટ વિદ્યાલય માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. સંસ્થા દ્વારા: અનાથ બાળકો તથા દીકરીઓને નહિવત ફી અથવા મફત શિક્ષણ આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ફીમાં વિશેષ રાહત આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

 

નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂઃ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે ધોરણ ૬ થી ૧૨ (આર્ટસ સહિત) પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અનુભવી શિક્ષકમંડળ, સુરક્ષિત હોસ્ટેલ સુવિધા, રમત-ગમત અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સાથે વાઈબ્રન્ટ વિદ્યાલય આજે થરાદ શહેરના શિક્ષણ ક્ષેત્રની આગવી ઓળખ બની ગઈ છે.

પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores