>
Monday, June 8, 2026

સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં થયેલ મંદિરના ચોરી ના આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો 

સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં થયેલ મંદિરના ચોરી ના આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો

 

વડાલી પોલીસે મંદિરોમાં થયેલ ચોરી ના 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

 

વડાલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.આર પઢેરીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન અ.હે.કો.હિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો. નરેશભાઈ મોતીભાઈ ને ખાનગી બાતમી મળી કે વડાલી પોલીસ સ્ટેશનના ગુના નો નાસતો ફરતો આરોપી ઇન્દ્રરાજભાઈ પ્રકાશભાઈ નટ ઉંમર વર્ષ. 25 રહે. કુંભારિયા નટવાસ અંબાજી તાલુકો. દાંતા જીલ્લો બનાસકાંઠા ના છેલ્લા દસ મહિનાથી નાસતો ફરતો હોય જે હાલ ધરોઈ ત્રણ રસ્તા ખાતે ઉભો રહેલ હોય અને તેને શરીરે પીળા કલરની ટીશર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ હોય જે બાતમીના આધારે જગ્યાએ જઈને જોતા આરોપી ઇન્દ્રરાજભાઈ પ્રકાશભાઈ નટ ઉભો હતો તેને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

 

આમ વડાલી પ્રાંતિજ તથા ચિઠોડા પોલીસ સ્ટેશનના છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને મોટી સફળતા મળી

 

બ્યુરો રીપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores