બી જી શાસ્ત્રી (મોર્ડન) હાઇસ્કુલ માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
વડાલી શહેરની શ્રી બી.જી શાસ્ત્રી (મોર્ડન) હાઈસ્કૂલ માં તારીખ 24/ 6/ 2026 ને શુક્રવારના દિવસે નવા વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

જેમાં મુખ્ય મહેમાન તરીકે વડાલી તાલુકા પંચાયતના TDO શ્રી રોશનભાઈ પટેલ તેમજ થેરાસણા ના કેતનભાઇ પટેલ સી.આર.સી કો. ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી તેમજ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો.હસમુખભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું

શાળા પ્રવેશોત્સવ માં કુલ ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો નવા વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું
કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજૂ કરાયું હતું
પ્રવેશોત્સવ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી
ધોરણ 12 માં કેન્દ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સન્માન કરાયું હતું
કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી તેમજ ઉપસ્થિત મહેમાન દ્વારા શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી શિક્ષણના મૂલ્ય વિશે સમજ આપી હતી આપણા જીવનમાં શિક્ષણનું અનેરુ મહત્વ રહેલું હોય છે
કાર્યક્રમના અંતમાં આભાર વિધિ હાઈસ્કૂલના શિક્ષક શ્રી દ્વારા કરવામાં આવી હતી
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


