>
Saturday, June 27, 2026

લાંઘણજ ક્લસ્ટર ખાતે સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.રંજીથકુમાર (IAS) ની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ યોજાયો

લાંઘણજ ક્લસ્ટર ખાતે સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.રંજીથકુમાર (IAS) ની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ યોજાયો.

 

રાજ્ય સરકારના ગુણાત્મક શિક્ષણ અને શત-પ્રતિશત નામાંકનના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી તા. ૨૩ જૂન ૨૦૨૬ના રોજ ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત ‘પ્રગતિનો પ્રવેશોત્સવ: ૨૦૨૬-૨૭’ કાર્યક્રમ સમગ્ર શિક્ષા, ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એવમ મહેસાણા જિલ્લાના માન. પ્રભારી સચિવ શ્રી જે.રંજીથકુમાર (IAS)ની ગરિમામય અને પ્રેરક ઉપસ્થિતિમાં સી.આર.સી. લાંઘણજમાં સમાવિષ્ટ શંકરપુરા પ્રાથમિક શાળા, સાલડી પ્રાથમિક શાળા અને વિ. કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ-સાલડી ખાતે આ શૈક્ષણિક ઉત્સવ સંપન્ન થયો હતો. જેમાં મહાનુભાવોના શુભહસ્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧, ૯ અને ૧૧ માં નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી ભાવભીનો શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. શિક્ષણના આ મહાપર્વને સફળ બનાવવા માટે મહેસાણાના ટી.ડી.ઓ. શ્રી આશિષકુમાર કે. પટેલ, નાયબ ડી.પી.ઈ.ઓ. શ્રી ભરતભાઈ પટેલ, નાયબ ટી.ડી.ઓ. શ્રી પરેશભાઈ ભટ્ટ, લાંઘણજ સીટના જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, મહેસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી શાંતાબેન ચૌધરી, વડસ્મા સીટના તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સોનલબેન કે. ચાવડા, મહેસાણાના બી.આર.સી.કો.ઓ. શ્રી ઈલિયાસભાઈ મનસુરી તેમજ લાંઘણજના સી.આર.સી.કો.ઓ. શ્રી કૌશલકુમાર એ. સુથાર સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી હાજરી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને ઉત્સાહી બાળકો જોડાયા હતા અને સમગ્ર માહોલ શિક્ષણમય બની રહ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores