>
Friday, July 17, 2026

ખેડબ્રહ્મા તાલુકા તલાટી એસોસીએશન દ્વારા સરકારશ્રી ની વધારાની કામગીરી બાબતે ખેડબ્રહ્મા મામલતદાર શ્રી તથા TDO ને આવેદન પત્ર અપાયું.

ખેડબ્રહ્મા તાલુકા તલાટી એસોસીએશન દ્વારા સરકારશ્રી ની વધારાની કામગીરી બાબતે ખેડબ્રહ્મા મામલતદાર શ્રી તથા TDO ને આવેદન પત્ર અપાયું.

 

 

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારશ્રીમાં જોબ ચાર્ટ અને મહેસુલી કામગીરી અને અને અન્ય વધારાની કામગીરી બાબતે વારંવાર સરકારશ્રીમાં, મહેસુલ વિભાગ અને પંચાયત વિભાગમાં રજુઆતો કરવામાં આવેલ. માન. સરકારશ્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ કૂલ મુખ્ય ૩ કેડર કાર્યરત છે. ૧. તલાટી કમ મંત્રી ૨. મહેસૂલી તલાટી ૩. ગ્રામ સેવક (ખેતી). આ ત્રણેય કેડર માં તલાટી ક્રમ મંત્રી સૌથી જૂની કાર્યરત કેડર છે. માન. સરકાર શ્રી દ્વારા વખતો વખત ગ્રામ્ય કક્ષાએ કામનું ભારણ વધ્યું છે પરંતુ કામની વહેચણી ન થવા ને કારણે ગ્રામ્ય કક્ષાએ ખુબ સંઘર્ષની પરિસ્થિતિ ઉદ્ભવે છે. હાલ પણ પંચાયતની સાથે સાથે મહેસૂલ અને ખેતીવાડી વિભાગની મોટા ભાગની કામગીરી તલાટી કમ મંત્રી કરે છે.

સને ૨૦૨૨ માં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની હડતાળ સમેટાઇ ત્યારે સંદર્ભ ૧ ના મુદ્દા નં ૪ થી મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ અલગ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સંદર્ભ ૨ તથા ૩ થી કૂલ ૨ વાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે.

 

 

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ તા-૨૨/૦૮/૨૦૨૨ ની હડતાળ સમયે થયેલા સમાધાનને સાડા 3 વર્ષ થી વધુનો સમય વીતી ગયેલ છે. સમિતિ પ્રથમ વખત બની એ બાબતને પણ ૩ વર્ષથી વધુનો સમય વીતી ગયેલ છે. તાજેતરમાં સરકારશ્રી દ્વારા મહેસૂલી તલાટી ભરતી પૂર્ણ કરવામાં આવેલ છે અને મહેસુલી તલાટીને પોસ્ટિંગ ઓર્ડરની કાર્યવાહી પણ કરી દીધેલ છે. મહેસુલી તલાટીની રતી કરી ઓર્ડર આપેલ છે છતાં પણ આજ દિન સુધી મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ અલગ થયેલ નથી. જેમાં સરકારશ્રી અને વિભાગ દ્રારા કામગીરી નક્કી કર્યા વગર જ નિમણૂક અંગેની કાર્યવાહી કરેલ છે. અત્રેથી મંડળ દ્રારા પણ સ્પષ્ટ લેખિત વાંરવાર માંગણી કરવામાં આવેલ છે અને રજુઆતો પણ કરવામાં આવેલ છે કે સમગ્ર મહેસૂલ વિભાગનું કામ મહેસૂલી તલાટી અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું કામ તલાટી કમ મંત્રીને સોંપવામાં આવે. પરંતુ સાડા 3 વર્ષથી વધુનો સમય વીતવા છતાં આ જોબ ચાર્ટ અને અન્ય વિભાગોની વધારાની કામગીરી બાબતે સમિતિ દ્રારા કોઈ જ નિર્ણય કરવામાં આવેલ નથી. ઉપરોક્ત બાબતોએ સરકારશ્રી અને વિભાગોમાં રજુઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ અને નિકાલ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્રારા આદેશ કરવામાં આવે છે કે, તા. ૦૩/૦૭/૨૦૨૬ થી સમગ્ર રાજ્યના તમામ તલાટી ક્રમ મંત્રીઓ મહેસૂલ વિભાગના ગામ નમૂના નં. ૧ થી ૧૮ સહિતની મહેસૂલી કામગીરી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી કરવાની રહેશે નહીં. આ નિર્ણયનો અમલ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્રારા અન્ય બીજા કોઈ આદેશ ન થાય ત્યાં સુધી આ આદેશનું ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રી દ્વારા ચુસ્ત પાલન કરવાનું રહેશે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores