ઉના તાલુકાના ખાણ ગામે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઉના તાલુકાના ખાણ ગામે ત્રિદિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બીજા દિવસે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ ખાસ હાજરી આપી હતી સાથે સાથે ઉત્સવ સ્થળે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ સાથે સાથે ખાણ ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી જીણાભાઇ સોલંકી એ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ નુ શાલ ઓઢાડી સન્માન કરેલુ હતુ
આજે આ ઉત્સવ દરમિયાન અભિષેક યાત્રા પણ નિકળી હતી ત્યારે બહોળા પ્રમાણમાં ભકતજનો ઉમટી પડ્યા હતા સાથે સાથે યજ્ઞ ના અંતિમ દિન એ ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પવિત્ર વૃક્ષ પિપળા નુ રોપણ કરી હાજર ભાવિકો ને આગામી ચોમાસા દરમિયાન વધુ મા વધુ વૃક્ષો વાવવા નુ આહવાન કરેલુ સાથે સાથે યુવાનો ને વ્યસન મુક્ત થવા હાકલ કરી હતી અને આ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રુપિયા 11000/ અગિયાર હજાર રૂપિયા નુ અનુદાન આપેલ તથા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્રારા સમસ્ત મત વિસ્તાર માં જ્યાં પણ આવા ધાર્મિક કે આધ્યાત્મિક કે સામાજિક કાર્યક્રમ હોય ત્યાં કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હાકલ કરવા કિધુ હતુ
આ શુભ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા તથા અંજાર ગામ ના રામજીભાઇ ડાભી અરજણભાઇ મજીઠીયા તથા ડિ.કે.વાજા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ આ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે….. અહેવાલ રમેશભાઇ વંશ