શ્વેતા ચેરીટેબલ ટ્રસ્ટ ઘોઘંબા જી.પંચમહાલ દ્વારા વૃદ્ધાશ્રમમાં તિથિભોજન આપવામાં આવ્યું.
પંચમહાલ જિલ્લાના ઘોઘમબામાં ચાલતા શ્વેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવા અને અન્નદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરતા શ્રી કનૈયાલાલ શનાભાઈ પરમાર તરફથી તા 10.7.25ને ગુરુવારે ગુરુપૂર્ણિમાના દિને મોટા પીપરિયાના વૃદ્ધાશ્રમમાં અને શ્રીજી આશ્રમ શાળા ઘોઘમ્બામાં બાળકોને ભોજન સ્વરૂપે તિથિભોજન આપવામાં આવ્યું.જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા કનુભાઈ આદિવાસી પટ્ટામાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્ય અને સેવાથી ખૂબ નામના ધરાવે છે.ઘોઘમબામાં એક જુદોજ સેવા યજ્ઞ ચલાવે છે.તેઓ હુલામણા નામ કનુભાઈથી પોતાની આગવી ઓળખ ધરાવે છે.વ્યવસાયે વિદ્યાર્થીઓના યુનિફોર્મ બનાવે છે.તેમનો દીકરો ડો ફેનીલ પરમાર MBBS માં અભ્યાસ પૂર્ણ કરેલ છે.જ્યારે દીકરી ડિમ્પલ પરમાર Bsc નર્સિંગ પૂરું કરી હાલ પ્રાઇવેટમાં નોકરી કરે છે.બીજી દીકરી ભાગ્યશ્રી પરમાર પણ ઝઘડિયાના રાણીપુરા ખાતે આરોગ્ય ખાતામાં સેવાઓ આપે છે.બંને દીકરીઓ વિવાહિત છે.શ્રી કનુભાઈ પરમારે 2008 થી આ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકેની સેવાઓ આપે છે.સ્વભાવે ખૂબ સરળ,માયાળુ અને ઉમદા હોય કુદરતે પણ જાણે તેમની સેવાઓની નોંધ લીધી છે.દર પૂનમે અને અમાસે તેમજ અમુક તિથિઓ પર વૃદ્ધાશ્રમમાં સિનિયર સીટીઝનને ભોજન પૂરું પાડવામાં આવે છે.તેમજ ઘોઘમબાની આશ્રમ શાળામાં પણ બાળકોને તિથિભોજન આપવામાં આવે છે.સાથે બાળકો અને વૃધ્ધોના આશીર્વાદ મેળવે છે.પોતે ધંધામાં વ્યસ્ત હોવા છતાં ઉમદા કાર્ય સેવાઓ કરે છે.તેમના ધર્મ પત્ની મમતાબેન પરમાર પણ તેમના આ સેવા યજ્ઞમાં તન – મન અને ધનથી જોડાયેલા છે.તેમની આ પ્રવૃત્તિની ઘણી જગ્યાએ નોંધ લેવાય છે.લોકો માટે પણ પ્રેરણા રૂપ છે.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891