ગુરુપૂર્ણિમાના દિવસે સંસ્કાર ભારતી દ્વારા હિંમતનગરના ગુરુ સમાન એવા શ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી નું પૂજન કરાયું
ગુરુપૂર્ણિમાના પાવન અવસર ઉપર સાબરકાંઠા સંસ્કાર ભારતી દ્વારા હિંમતનગરના ગુરુ સમાન વ્યક્તિત્વ ધરાવતા શ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી નું પૂજન ભોલેશ્વર મહાદેવના મંદિર મુકામે કરવામાં આવ્યું, સંસ્કાર ભારતીની પરંપરા મુજબ શ્રી બદ્રીનારાયણ મિસ્ત્રીના ચરણસ્પર્શ કરી શાલ અને હાર અર્પણ કરી, પ્રસસ્થી પત્ર સંસ્થાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યું, પ્રાસંગિક પ્રવચન સંસ્કાર ભારતી ના જિલ્લા અધ્યક્ષ શ્રી નિરંજન શર્મા દ્વારા કરવામાં આવ્યું જેમાં તેમણે સંસ્કાર ભારતી દ્વારા થનાર આગામી કાર્યક્રમોની વિગત જણાવી હતી,
વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી વીડી ઝાલા તેમજ જિલ્લા ઉપપ્રમુખ વિજયભાઈ પંડ્યા તથા હિંમતનગર નગરપાલિકાના હોદ્દેદારો રાજુભાઈ દેસાઈ સવજીભાઈ ભાટી જીનલબેન પટેલ
તેમજ શહેર પ્રમુખ કુલદીપભાઈની ઉપસ્થિતિ એ કાર્યક્રમ ની શોભામાં વૃદ્ધિ કરી હતી શ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી તેમની 88 વર્ષની ઉંમરના તમામ સંઘર્ષ અને સારા નરસા પ્રસંગો તેમજ ઉત્તમ કાર્ય વિશે જણાવતા કહ્યું કે હિંમતનગરમાં પ્રથમવાર રાવણ દહન ના રાવણ બનાવવાનું કાર્ય તેમણે શરૂ કર્યું, હિંમતનગરમાં પ્રથમવાર ડોંગરેજી મહારાજની સપ્તાહ બોલાવી ઘણા કથા કરો હિંમતનગરમાં કથાના આયોજનો કર્યા, અત્યાર સુધી તેમણે 18,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ તૈયાર કરીને સમાજ ને સોંપ્યા છે, તેમ જ ભોલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે વર્ષોથી ફરજ બજાવતા કહ્યું કે ભોળેશ્વર મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવનાર છે, જેમાં અઢી કરોડ જેટલો માતબર રકમનો ખર્ચ કરીને મંદિર તૈયાર કરવામાં આવશે, આ અનુદાન હિંમતનગરના શ્રેષ્ટી જીગ્નેશભાઈ પટેલ દ્વારા મળ્યું છે, બદરી ભાઈએ જીગ્નેશભાઈ પટેલ તેમજ મંદિર માટે ખૂબજ મદદ કરનાર સુમનભાઈ રાવલનું પણ આભાર વ્યક્ત કર્યો, આ ગુરુપૂજન ના કાર્યક્રમમાં સંસ્કાર ભારતીના અધ્યક્ષ નિરંજન શર્મા, મહામંત્રી ઇલાબેન રાવલ, ઉપાધ્યક્ષ મહેન્દ્ર પંડ્યા, કોષાધ્યક્ષ અધ્યક્ષ ગજેન્દ્રસિંહ રાજપુરોહિત, હોદ્દેદારો પ્રકાશ વૈદ, વિરલ રાવલ, સોનલ શર્મા તેમજ પ્રાંતના કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો તથા કાર્યક્રમના અંતમાં ઇલાબેન રાવલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891