દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ‘સોલાર રૂફ ટોપ’ યોજના અંગે વ્યાપક પ્રચાર હાથ ધરાયો
કુદરતી સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ સાથે વીજ ઉત્પાદન અને તેના વપરાશ પરના ભારણને ઘટાડવા સાથે, ગુણવત્તાયુક્ત અને સરવાળે સસ્તી વીજળી મેળવવાના વિકલ્પ એવા ‘સોલાર રૂફ ટોપ’ યોજનાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વ્યાપક પ્રચાર પ્રસાર હાથ ધરાયો છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વઘઈ ડિવિઝન દ્વારા કાર્યપાલક ઇજનેર શ્રી જે.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના ગ્રામજનોમાં ‘મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા’ અંતર્ગત ‘સોલાર રૂફ ટોપ’ યોજનાના પ્રચાર પ્રસાર અર્થે શ્રેણીબદ્ધ શેરી નાટકોના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગિરિમથક સાપુતારા, માલેગામ, શામગહાન, વઘઈ, પીંપરી, કોશિમદા, ધવલીદોડ, ગાઢવી, અને સુબીર ખાતે અમદાવાદની નાટય સંસ્થા ‘રાજુ જોશી ગ્રુપ’ ના કલાકારો દ્વારા આ અવસરે વ્યાપક જનચેતના જગાવવામા આવી હતી.
અહેવાલ મુકેશ ડાભી અમરેલી