>
Tuesday, August 26, 2025

ઊનાના ભાચા ગામે માસૂમ બાળકને ફાડી ખાનાર દીપડો આખરે પકડાયો: લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઊનાના ભાચા ગામે માસૂમ બાળકને ફાડી ખાનાર દીપડો આખરે પકડાયો: લોકોએ રાહતનો શ્વાસ લીધો

 

ઊના તાલુકાના ભાચા ગામે એક માસૂમ બાળકને ફાડી ખાનાર આદમખોર દીપડો આખરે છ દિવસની અથાગ મહેનત બાદ વન વિભાગના હાથે લાગ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, પરંતુ દીપડો પકડાતા ખોડિયાર ધાર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, છ દિવસ પૂર્વે ભાચા ગામમાં એક દીપડાએ માસૂમ બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હતું. આ હૃદયદ્રાવક ઘટના બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી.વન વિભાગની 6 દિવસની અવિરત કામગીરી, વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, શ્રી ભરવાડ સાહેબના નેતૃત્વ હેઠળ ફોરેસ્ટ વીહાભાઈ ચાવડા તેમજ વન વિભાગની ટીમે છેલ્લા છ દિવસથી રાત-દિવસ એક કરીને દીપડાને પકડવા માટે અભિયાન ચલાવ્યું હતું. દીપડાના સંભવિત વિસ્તારો, ખાસ કરીને ખોડિયાર ધાર અને આસપાસના જંગલ વિસ્તારમાં, અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ટીમના સભ્યોએ સતત પેટ્રોલિંગ કરીને દીપડાની હિલચાલ પર નજર રાખી હતી.લોકોમાં ભયમુક્ત માહોલ.દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ હતો. લોકો સાંજના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. જો દીપડાને સમયસર પકડવામાં ન આવ્યો હોત, તો તે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ પર પણ હુમલો કરી શક્યો હોત. વન વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે. દીપડો પકડાતા જ સ્થાનિક લોકોમાં ખુશી અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલા દીપડાને હવે સુરક્ષિત રીતે એનિમલ કેર સેન્ટરમાં રાખી દેવામાં આવશે. આ કામગીરી બદલ વન વિભાગના શ્રી વીહાભાઈ ચાવડા અને તેમની સમગ્ર ટીમની સ્થાનિક લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores