મહાદેવની વિવિધ મુદ્રાઓ કાગળ પર કંડારતા ભક્તની અનોખી આરાધના, શિવ દર્શન ને અનેક ભકતોએ નિહાળ્યું
સાબરમતી નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં” શિવ દર્શન”નું આયોજન કરવામાં આવ્યું હતું
17 અને 18 ઓગષ્ટ રવિ અને સોમ બે દિવસ યોજાયેલા શિવ દર્શનની અનેક ભકતો એ મુલાકાત લીધી હતી.

શિવ દર્શન માં મહાદેવ ની 251 મુદ્રાઓ ભકતો ના દર્શન માટે મૂકવામાં આવી હતી.
દેશના 12 જ્યોતિર્લિંગ ઉપરાંત શિવના અનેક ચિત્રો અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા છે.ભગવાન શિવને ભકતો અનેક રીતે પૂજે છે, પરંતુ અમદાવાદ ના ભક્ત હસમુખભાઇ પટેલ ની શિવ ભકિત અનોખી છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2006 ના શ્રાવણ પર્વમાં થયો હતો. ત્યારબાદ તમામ 12 જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી. બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કર્યું છે.જેમાં આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદી કાંઠે આવેલા પ્રાચીન મંદિર સપ્તેશ્વર મહાદેવ માં શિવ દર્શન નું આયોજન કરાયું હતું.

ભગવાન શિવના ચિત્રો દોરતા
હસમુખભાઇ પટેલ તેમની શિવ ભકિત વિશે વાત કરતા કહે છે કે ભગવાન શિવની સેવા બાળપણમાં જ કરવા લાગ્યો હતો. અમદાવાદના અનેક શિવાલયોમાં શ્રીંગાર કરવાનો લ્હાવો મને મળ્યો છે. ભગવાન શિવએ મને કલા આપી હતી એ માત્ર ત્રણ કલરની હતી સફેદ કાળો અને લાલ. મને ખ્યાલ નહોતો કે આ કલર મારી જોડે કેવી રીતે આવ્યા? શિવના રુદ્ર અવતારો રાત્રી નિંદ્રામાં સપના માં આવતા રહેતા પરંતુ મને ખ્યાલ નહોતો કે શું કરું,આખરે એક દિવસ લાલ અને કાળી બોલ પેન થી સફેદ કાગળ પર મેં શિવજી નું ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો. ચિત્રો દોરવાની કોઈ તાલીમ લીધી નથી. એ સમયે શિવ મહાપુરાણ પણ વાંચ્યું નહોતું. પરંતુ ભગવાન શિવના જેમ જેમ વિચારો આવતા હતા એમ ચિત્રો કંડારવા લાગ્યો.એક દિવસ અમદાવાદના મારા પાન પાર્લર પર ચિત્રો દોરી રહ્યો હતો ત્યારે એક ગ્રાહકે મને પૂછ્યું કે આ ચિત્ર તમે કેવી રીતે બનાવો છો. ત્યારે મેં અત્યાર સુધી બની ગયા છે એ 100 થી 150 ચિત્ર બની ચૂક્યા છે . એ તેમને બતાવ્યા.તો એમને મને વળતો પ્રશ્ન પૂછ્યો કે આનું તમે શું કરવા માંગો છો, આવી કલા તો ફાઇન આર્ટ્સ ના સ્ટુડન્ટ માટે પણ મુશ્કેલ છે. તમારો અભ્યાસ તો એસએસસી સુધીનો છે,તો તમે અહીંયા પાન પાર્લર પર બેસીને કેવી રીતે કરી શકો છો. ત્યારે મેં એમને કહ્યું કે જેનો આસ્થા અને વિશ્વાસ ભગવાન શિવ ઉપર અટલ હોય તો અશક્ય ની શક્ય બનાવી શકે છે, આવું જ કંઈક મારી સાથે થયું છે.
ત્યારબાદ મેં તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી કે શિવ ચિત્રો થઈ ગયા છે,તે
ભગવાન શિવના સાનિધ્ય માં ભક્તોના દર્શન હેતુ માટે મુકાય. ગ્રાહક તરીકે આવેલા અને આજીવન મિત્ર બનેલા ભક્તના સહયોગથી શિવ દર્શન યાત્રા શરુ થઈ. .સૌ પ્રથમ ગુજરાતમાં શ્રી સોમનાથ મંદિર માં શિવ દર્શન ની તૈયારી શરૂ કરી દીધી. સોમનાથ દાદાના સાનિધ્યમાં 51 થી 150 મુદ્રાઓ દર્શન હેતુથી મૂકી, 2006માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમે શિવદર્શન ખુલ્લું મૂક્યું હતું. ત્યારબાદ ત્યાંથી ભગવાન શિવે મનોમન મને એક વિચાર આપ્યો ત્યાંથી એક સુંદર સંકલ્પ કર્યો .ભગવાન શિવજી જેવી પ્રેરણા આપે તો મારાથી બની શકે અને ભગવાન શિવના સતત આશીર્વાદ રહે તો આ શિવ દર્શનનું દ્વાદશ જ્યોતિર્લિંગમાં શ્રાવણ માસમાં આયોજન કરવું.ભગવાન શિવે એ સંકલ્પ પૂર્ણ કર્યો અને પ્રત્યેક શ્રાવણ માસમાં જેમ આપણું દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોક છે તે મુજબ 12 જ્યોતિર્લિંગ ની યાત્રા શરૂ થઈ.
પ્રતિવર્ષ ચાલતી ૧૨ વર્ષની યાત્રા 2017માં પૂર્ણ થઈ.
યાત્રા સમય ના તેમના અનુભવ વર્ણવતા શિવ ભક્ત હસમુખભાઇ કહે છે કે શ્રાવણ મહિનામાં ક્યાંક વરસાદની તકલીફ, ક્યાંક બરફની તકલીફ ક્યાંક રસ્તાની તકલીફ, ક્યાંક માણસોની તકલીફ ,ક્યાંક સાધનની તકલીફ ક્યાંક પૈસાની તકલીફ , ખાસ કરીને
શિવ દર્શન માટે જ્યોતિર્લીંગ મંદિર પરિસરમાં જગ્યા મેળવવી એ મોટો પડકાર હતો,પણ જ્યારે ભગવાન શિવનો સંકલ્પ હોય ત્યારે આ બધી તકલીફો બાજુ પર રહી જાય અને રસ્તો નીકળી આવે. કેદારનાથ માં વરસતા વરસાદ માં પણ શિવ દર્શન યોજાયું.
12 વર્ષમાં 500થી વધુ થી શિવની મુદ્રાઓ મારી પાસે તૈયાર થઈ ચૂકી હતી હોવાનું જણાવી અમદાવાદ માં આંબલી ગામમાં જન્મેલાં હસમુખભાઇ પટેલ કહે છે કે દ્વાદશ જ્યોતિર્લીંગ યાત્રા બાદ
2018માં નવો સંકલ્પ ભગવાન શિવની કૃપાથી લેવામાં આવ્યો. ગુજરાત ના પૌરાણિક સ્વયંભૂ શિવાલયો જ્યાં જ્યાં હોય ત્યાં શિવ દર્શન નું આયોજન કરવું.
હસમુખભાઇ કહે છે કે
આ ચિત્રો બનાવવામાં ફૂટપટ્ટી નો ઉપયોગ કર્યો નથી, રબરનો ઉપયોગ કર્યો નથી . માત્ર લાલ અને કાળા રંગની પેનથી શરૂઆત થાય અને પ્રેમથી પૂર્ણ થાય એવી જ ભગવાનની કૃપા હતી અને એવી જ રીતે આ સંપૂર્ણ ભગવાન શિવના અવતારો મેં કાગળમાં કંડારેલા છે.
શિવ ભક્ત કહે છે કે દ્વાદશ જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિનામાં શિવ દર્શન ભારત ભ્રમણ કરવું એ કઠિન હતું પણ શિવની સંપૂર્ણ કૃપા હતી કે તમામ જ્યોતિર્લિંગ થઈ ગયા.મારી પત્નીએ પણ એટલો ખૂબ સાથ આપ્યો છે. કહેવાય છે કે કોઈ સિદ્ધિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું જ કંઈક મારા માટે થયું છે.આ યાત્રા માં મારી પત્નીએ સાથ આપ્યો છે,એક દિવસ જ્યારે સોમનાથમાં જવાનું હતું. મારી પાસે પૂરતા પૈસા ન હતા. પણ મારી પત્નીએ તેની બચતમાંથી આપ્યા હતા ,મને હિંમત આપી કે તમે શિવ દર્શન માટે જાઓ આમ તેના પ્રોત્સાહન અને મારા અનેક મિત્રોના ના સહયોગથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ થઈ. હવે આ યાત્રા ગુજરાત માં પ્રાચીન શિવાલયોમાં શરુ કરવામાં આવી છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156788
Views Today : 