>
Friday, August 29, 2025

ઉના તાલુકાના ખડા ગામ ના સરપંચ શ્રી તથા એસ એમ સી સદસ્ય ની પ્રાથમિક શાળા ની મુલાકાત 

ઉના તાલુકાના ખડા ગામ ના સરપંચ શ્રી તથા એસ એમ સી સદસ્ય ની પ્રાથમિક શાળા ની મુલાકાત

ઉના તાલુકાના દરિયાકાંઠા ના છેવાડાના ગામ ખડા ગામ ના સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા એ શાળા મેનેજમેન્ટ કમિટી ના સભ્ય શ્રી બાલુભાઇ ને સાથે રાખી ખડા ગામ ની પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી હતી શાળા ની મુલાકાત દરમિયાન સરપંચ શ્રી જીવનભાઇ એ શાળા માં ચાલતા વિવિધ પ્રોજેક્ટ ની જાણકારી મેળવી હતી સાથે સાથે મધ્યાહન ભોજન ની ગુણવત્તા ચકાસણી કરી હતી તથા વિધાર્થીઓ મા અભ્યાસ બાબતે ઉસ્તાહ વધે એવા પ્રયાસો કરવા શિક્ષકો ને સુચનો કર્યા હતા તથા હાલમાં ખડા ગામ ની અંદર લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી છે એની વિગતો પણ આપી હતી તેમજ શાળા સમય બાદ બાળકો લાઇબ્રેરી મા આવે અને વાંચન વિશેષ જ્ઞાન મેળવે એવું સુચન કર્યું હતું સાથે સાથે શાળા માં ખુટતી સુવિધા માટે પણ પોતે અને પંચાયત કટીબદ્ધ છે એવું જણાવ્યું હતું શાળા ના આચાર્ય સાથે શાળા ની મુલાકાત દરમિયાન વિવિધ ચર્ચા વિચારણા કરી હતી અને તાજેતરમાં સરકાર દ્વારા ખડા સેંજળીયા દાંડી ગામ માટે સેજળિયા ગામે માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે એનો સવિશેષ લાભ બાળકો ને મળે એ માટે વિશેષ પ્રયત્નો કરવા જણાવ્યું હતું આમ ખડા જેવા છેવાડાના ગામ ના સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા એ શાળા ની મુલાકાત દરમિયાન શિક્ષણ ને ગુણવત્તા યુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો તથા બાળકો મા ડ્રોપઆઉટ ના થાય એની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores