*થરાદ તાલુકાની શાળાઓમાં શંકરભાઈ ચૌધરી સાહેબ તરફથી પતંગ વિતરણ, બાળકો સાથે ઉજવાયો પતંગોત્સવ*
થરાદ તાલુકાની વિવિધ શાળાઓમાં આજે ઉતરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે આનંદ અને ઉત્સાહભર્યો પતંગોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમ *માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ* તરફથી આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં બાળકોને પતંગો વિતરણ કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરાવવામાં આવી.
આ આયોજન અંતર્ગત થરાદ તાલુકાની ગાયત્રી હાઈસ્કૂલ સહિત તાલુકાની અનેક શાળાઓમાં પતંગો આપવામાં આવ્યા હતા. બાળકોમાં ઉતરાયણ પર્વ પ્રત્યે આનંદ, ઉત્સાહ અને સંસ્કૃતિની ભાવના વિકસે તે હેતુથી આ સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી.
કાર્યક્રમમાં *માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના અંગત સચિવ આઈ.એસ. પટેલ સાહેબ, શ્રી સંઘના ચેરમેન જીવરાજ બા, તેમજ હરેશભાઈ કુંભારડી હાજર રહ્યા હતા. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ તરફથી મહેન્દ્રભાઈ ગોહિલ, જનકસિંહ લેડાઉ સહિતના કાર્યકર્તાઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ પતંગ વિતરણ કર્યું હતું*.
બાળકોમાં પતંગો મેળવી ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળા પરિસરમાં પતંગોત્સવનો આનંદમય માહોલ સર્જાયો હતો. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને ભારતીય તહેવારોની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો સુંદર પ્રયાસ થયો હોવાનું શિક્ષકો તથા વાલીઓએ જણાવ્યું હતું.
પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ






Total Users : 161228
Views Today : 