રાજ્યસ્તરીય ગુજરાત સારસ્વત સન્માન ૨૦૨૬થી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શિક્ષકોનું સન્માન કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો
નોલેજ વેલી ફાઉન્ડેશન આયોજિત ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓમાં ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-2026 હેઠળ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જેમણે NEP-2020 અંતર્ગત વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણનું સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના પાલનપુર ખાતે યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોએ ગુણવત્તા સભર કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માન. રાજ કુંવરબા, માન.અનિકેત ઠાકર ધારાસભ્યશ્રી પાલનપુર, શાંતિભાઈ જોશી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાંતિભાઈ જોશી પાલનપુર, સંત-મહંતો પરમ પૂજ્ય મહંત શ્રી ચીનુ ભારતીજી મહારાજ મુકુનપુરી મહારાજ, તખુંભાઈ સાંડસુર, સંજયભાઈ દવે, મિનેષ પ્રજાપતિની હાજરીમાં સાબરકાંઠા જિલ્લા અને ઈડર તાલુકાની શ્રીમતી એમ જે મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીના વિજ્ઞાન શિક્ષક અને જિલ્લા શ્રેષ્ઠ એવોર્ડી શિક્ષક અને કવિ શ્રી સંદીપ પટેલ “કસક” ને તેમજ અરવલ્લી જિલ્લાની માતૃશ્રી આર.જે. તન્ના પ્રેરણા મંદિર, ભિલોડાના જીવવિજ્ઞાન શિક્ષક અને જિલ્લા શ્રેષ્ઠ એવોર્ડી શિક્ષક ડૉ મહેશભાઈ પટેલને ગુજરાત સારસ્વત શિક્ષક સન્માનથી બિરદાવવામાં આવ્યા હતા. બંને શિક્ષકશ્રીઓને એવોર્ડ મળ્યો તે બદલ બન્ને શાળાઓના પરિવાર દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 161402
Views Today : 