તલોદના ખેરોલ ગામે ન્યુ સ્કૂલના નવીન મકાનનું સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે ન્યુ સ્કૂલના નવીન મકાનનું લોકાર્પણ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકસિત સમાજનો પાયો છે. ખેરોલ ગામમાં શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ હોવાથી આ શૈક્ષણિક સંકુલનું સુંદર નિર્માણ થયું છે. શિક્ષણ દ્વારા ગામ, તાલુકા અને દેશનો વિકાસ થાય છે, તેથી બાળકો શિક્ષિત અને સંસ્કારી બની વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં સહભાગી બને તે જરૂરી છે.
ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આ શાળા આસપાસના વિદ્યાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર અને સરસ્વતીનું મંદિર છે, જ્યાં ભારતનું ભાવિ ઘડાઈ રહ્યું છે. તેમણે ભવિષ્યમાં પણ શાળા કે ગામની કોઈપણ જરૂરિયાત માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી મીતાબેન ગઢવી, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ, મહામંડલેશ્વર શ્રી સુનિલદાસ, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય શ્રી રાજેશ પટેલ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 161536
Views Today : 