કચ્છ કડવા પાટીદાર શરાફી મંડળી, ખેડબ્રહ્માની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખેડબ્રહ્મા મુકામે પાટીદાર શરાફી મંડળીની વાર્ષિક સામાન્ય સભા ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સ્વાગત અભિવાદન કાંતિભાઈ પટેલે કરેલ. વર્ષ 2025 – 26 દરમિયાન શાખ સમિતિએ મંજૂર કરેલ ધિરાણની જાણકારી તથા 31/3/2026 સુધીના હિસાબોની માહિતી સંસ્થાના મંત્રી શ્રી અમૃત મામા દ્વારા આપવામાં આવેલ. તથા વૈચારિક આદાન-પ્રદાન કરવામાં આવેલ. કચ્છ કડવા પાટીદાર શરાફી મંડળીના પ્રમુખ શ્રી અંબાલાલભાઈ પટેલે વર્ષ દરમિયાનની ગતિ વિધિથી સભાને વાકેફ કરેલ. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીભાઈ પટેલ, ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ ખેડબ્રહ્મા, તાલુકા કિસાન સંઘના મંત્રીશ્રી અરવિંદભાઈ પટેલ, વડીલોમાં હરિભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, છગનભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ, તુલસીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલશ્રી સુરેશભાઈ પટેલે કરેલ. આભાર વિધિ ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેનશ્રી વિનુભાઈ પટેલે કરેલ. કાર્યક્રમને અંતે સૌને અલ્પાહાર આપવામાં આવ્યો.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


