પાનોલ મુકામે શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન મહાયજ્ઞનું સમાપન થયું.
પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામસુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત ગીતોપનીષદ સત્સંગ કથાનું નવ દિવસીય આયોજન પ્રયાગ કોલેજ પાનોલના પરિસરમાં કરવામાં આવેલ હતું. જેના વક્તા તરીકે મૂળ શ્યામનગર અને હાલમાં નરોડા સ્થિત શિક્ષણ સાથે સંકળાયેલા એવા ચિંતક અને અધ્યાત્મનો બહોળો અનુભવ ધરાવનાર અધ્યાપકશ્રી ગૌતમભાઈ ઉર્ફે ગૌતમ મહારાજના શ્રીમુખેથી સંગીતના સથવારે મધુર વાણી નવ દિવસ સુધી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.
કથાના યજમાન તરીકે પાનોલની આજુબાજુના દસ ગામડાઓના ભાઈઓ બહેનો હતા. પોથીયાત્રા નિવૃત પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ રામજીભાઈ પટેલના ઘરેથી કાઢેલ.કથાને સફળ બનાવવા માટે બેચરભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષકશ્રી ભરતભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ વ્યાસ,પ્રવીણભાઈ, રાજુભાઈ તથા પાનોલના વિનુભાઈ પટેલની આખી ટીમે ખૂબ મહેનત કરી હતી. કથા દરમિયાન વસાઇ ભોલેશ્વર આશ્રમના શ્યામસુંદર મહારાજ, સોહમપુરી મહારાજ, શનિદેવ મંદિર ઇડરના મહંત મહંકાલગીરી તથા શ્યામનગરથી શામળદાદા,જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલ, રોજંટાથી રમણભાઈ પટેલ, પ્રેમાનંદ શર્માની હાજરી નોંધનીય હતી.
કથાના અંતિમ દિવસે સૌ હરી ભક્તોને 600 કોપી ભગવદ ગીતા તથા સ્વામી રામ સુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


