ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી બેકારી અને પેપર લીક મુદ્દે જન આક્રોશ રેલી કાઢવામાં આવી.

ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પંખેશ્વર મહાદેવ મંદિર મુકામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના જીતેલા ઉમેદવારોના અભિવાદન અને પરિણામ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્યશ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામાભાઈ સોલંકી સાહેબ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને
ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા ઉપરાંત પ્રકાશભાઈ બારોટ પ્રવિણસિંહ સોલંકી,અનિલભાઈ વણઝારા, પ્રકાશભાઈ ઉપાધ્યાય, ભારતીબેન વ્યાસ,દિલીપભાઈ વસાવા, રસિકભાઈ પરમાર તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં સ્થાનિક ચૂંટણી જીતેલા ઉમેદવારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં પરિણામ અંગે સમીક્ષા કરી મોંઘવારી, બેરોજગારી,પેપર લીક જેવા મુદ્દાઓ ઉપર હાલની તત્કાલીન ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આ મીટીંગ પૂર્ણ કરીને હાથ લારી ઉપર ગેસની બોટલ તેલના ડબ્બા અને બાઇક મૂકી આ તમામ વસ્તુને ફુલહાર કરી અને આ બાઈક ઉપર પેટ્રોલ ડીઝલ મોંઘુ થતા બાઈકને પેટ્રોલ ને બદલે ગ્લુકોઝની બોટલ ચડાવી મોંઘવારી વિરુદ્ધમાં પ્રજાને સંદેશો પહોંચાડ્યો હતો અને આ રેલીમાં ભારે સૂત્રોચાર કરતા કાર્યકરો જોવા મળ્યા હતા આ રેલી પંખેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને શીતલ ચોક શ્રીયાદેવી ચોક અને ત્યારબાદ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી
રેલી પૂર્ણ થતાં હાજર તમામ કાર્યકર્તાઓનો તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા


