દિયોલી હાઈ. ખાતે ધોરણ ૯ અને ૧૦માં નવા દાખલ થનાર વિદ્યાર્થીઓનું કંકુ-તિલકથી ભવ્ય સ્વાગત કરાયું
તારીખ 8/6/2026 એ શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી ખાતે શૈક્ષણિક સત્રના પ્રારંભે ધોરણ ૯ અને ૧૦માં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનો શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ તમામ નવા વિદ્યાર્થીઓનું કંકુ-ચોખા અને તિલક કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રસંગે ટ્રસ્ટના મંત્રીશ્રી જીતુભાઈ એમ. પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વહસ્તે બાળકોને કંકુ-ચોખાથી તિલક કરી શાળામાં આવકાર્યા હતા. શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા તમામ નવા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉન્નતિના નવા શિખરો સર કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારનારા આ મંગળ પ્રસંગે શાળાના આચાર્યશ્રી પ્રકાશચંદ્ર પટેલ, શ્રી સંદીપ પટેલ “કસક”, શ્રી જગદીશભાઈ પટેલ તેમજ શ્રી રમણભાઈ થુરી સહિતનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


