>
Wednesday, June 10, 2026

વડાલી ની પ્રજ્ઞા પટેલે BCA માં HNGU માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું 

વડાલી ની પ્રજ્ઞા પટેલે BCA માં HNGU માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

 

વડાલી ના કુબાધરોલ ની દીકરીએ ઇતિહાસ રચ્યો

 

શિક્ષણ એ જીવનનું એવું અમૂલ્ય આભૂષણ છે જે વ્યક્તિને માત્ર સફળતા જ નહીં પરંતુ સમાજમાં આવવી ઓળખ પણ અપાવે છે આવી જ એક ગૌરવ ભરી સિદ્ધિ વડાલી સ્થિત એશિયન બીસીએ કોલેજ ના ખાતામાં નોંધાય છે

 

કોલેજની તેજસ્વી વિદ્યાર્થીની કુમારી પ્રજ્ઞા પટેલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંચાલિત BCA અભ્યાસક્રમમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે

 

વડાલી તાલુકાના કુબાધરોલ ગામની દીકરી પ્રજ્ઞા પટેલે પોતાની મહેનત દ્રઢ સંકલ્પ અને જ્ઞાન પ્રત્યેની લગ્નના બળે HNGU યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું આ સાધારણ સીધી બદલ તેમને યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે

 

આ સિદ્ધિ માત્ર પ્રજ્ઞાબેનના પરિવાર માટે જ નહીં પરંતુ એશિયન BCA કોલેજ વડાલી સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાત માટે મહત્વની બાબત છે નાનકડા ગામમાંથી ઉભરી આવેલી દીકરીએ પોતાની પ્રતિભાથી સાબિત કરી દીધું છે કે સપનાઓ મોટા હોય તો ગામ કે શહેર ક્યારેય સફળતાની મર્યાદા બનતા નથી

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores