>
Friday, June 19, 2026

સજા વોરંટના છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો 

સજા વોરંટના છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો

 

ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક. 138 મુજબ ગુનામાં સજા થયેલ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો

 

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા સજા વોરંટના આરોપી શોધી કાઢવા કામગીરી કરવા સૂચના આપેલ હતી જે આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા ના માર્ગદર્શન અને સૂચના ના આધારે સજા વોરંટના આરોપીઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઇ ને ખાનગી બાતમી મળી કે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક.138 મુજબના સજા વોરંટના આરોપી રામાભાઈ વજાભાઈ ભરવાડ રહે. ભરવાડ વાસ આમોદરા તાલુકો. પ્રાંતિજ જિલ્લો. સાબરકાંઠા ને આમોદરા ગામે આવેલ હોવાની બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી નામ. કોર્ટ હવાલે કરવામાં આવ્યો.

 

આમ પ્રાંતિજ પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં ફરી એકવાર સફળતા મળી.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores