>
Tuesday, June 30, 2026

વેટરનરી કોલેજ કામઘેનુ યુનિવર્સીટી, દાંતીવાડા દ્વારા માસ્ટાઇટિસ જાગૃતી અભિયાન અંતર્ગત પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો

વેટરનરી કોલેજ કામઘેનુ યુનિવર્સીટી, દાંતીવાડા દ્વારા માસ્ટાઇટિસ જાગૃતી અભિયાન અંતર્ગત પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો

 

બનાસકાંઠાના દાતા અને અમીરગઢ તાલુકામા રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગ થકી રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિ દ્વારા જાળવાયું પરિવર્તનને ધ્યાન રાખીને ગ્રામ વિકાસની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને વેગ આપવાના ઉદેશ્યથી નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે

ઉપરોકત પ્રોજેક્ટના ભાગરૂપે પોતાના કાર્યક્ષેત્રનાના વિસ્તારના દાતા અને અમીરગઢ તાલુકાના ગામોની 120 જેટલી પશુપાલક મહિલાઓમા પશુપાલન અને બકરા પાલન વ્યવસાય વિષયક માર્ગદર્શન મેળવવાના લાવવાના ઉદેશ્ય થી વેટેનરી કોલેજ સરદાર કૃષિ નગર દાંતીવાડા, કામઘેનું યુનિવર્સીટીમા આદર્શ પશુપાલન વ્યવસાય અંગેની તાલીમ કરવામાં આવી અને કામઘેનું યુનિવર્સીટીના વિવિધ વિભાગોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું , જે અંતર્ગત તાલીમની સાથે સાથે કામઘેનું યુનિવર્સીટીના વિવિધ વિભાગોની કામગીરી અને અને સારવાર કેન્દ્રો અંગે ની માહિતી આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

 

પ્રસ્તુત તાલીમ કામઘેનુ યુનિવર્સીટીમા માસ્ટાઇટિસ જાગૃતિ અભિયાન અંતર્ગત તારીખ 29 જૂન ના રોજ એક દિવસીય મહિલા પશુપાલન તાલીમનું આયોજન કરવમાં આવ્યું હતું જેનું સમગ્ર સફળ આયોજન ડૉ ગિરીશભાઈ એમ. ચૌધરી દ્વારા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, સદર તાલીમમા ડૉ દીપકભાઈ સુથાર, ડૉ. પરીખ, ડૉ. કિશન શર્મા દ્વારા પશુઓમા ઓપરેશન બાદ રાખવાની કાળજી, ગાભણ પશુની માવજત અને સાર સંભાળ વિષયક માહિતી, થતા સ્વચ્છ દૂધ ઉત્પાદન અંગે નોંધપાત્ર ઊંડાણ પૂર્વક સરળ ભાષામાં સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

તાલીમના અંતે સહભાગી તાલીમાર્થી પશુપાલક મહિલાઓ ને વેટરનરી કોલેજ, કામઘેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર દ્વારા પશુપાલકને ઉપયોગી કીટનું વિતરણ સાથે એના ઉપયોગ વિશે ઊંડાણ પૂર્વક માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

 

તાલીમને સફળ બનાવવા કામઘેનુ યુનિવર્સીટીના ડૉ ગીરીશભાઈ એમ. ચૌધરી તથા, રાજસ્થાન બાલ કલાયણ સમિતિનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores