પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના માવાની મુવાડી સીમના નદીના કોતરમાંથી દેશી દારૂ ગાળવાનો વોશ કિંમત 1,05,000 ના મુદ્દા માલ પોલીસે શોધી કાઢ્યો

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલ તથા શ્રી એ કે પટેલ પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ પેટ્રોલિંગ રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લામાં પ્રોહી ડ્રાઇવનું આયોજન કરેલ હતું જે આધારે શ્રી ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મનીષકુમાર તથા અ.હે.કો. વિક્રમસિંહ ને સંયુક્ત બાતની મળી કે માવાની મુવાડી ગામની સીમમાં ખારી નદીના કાંઠે કોતરોમાં 1. અજય સિંહ કાનસિંહ ઝાલા 2. ગોપાલસિંહ જુગતસિંહ ઝાલા 3. કુંદનસિંહ પ્રવિણસિંહ ઝાલા 4. અજીતસિંહ ચંદુસિંહ ઝાલા તમામ રહે. માવાપુર (માવાની મુવાડી) તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. માવાની મુવાડી ગામની સીમમાં પોતાની પ્રોહી પ્રવૃત્તિ વાળી જગ્યાએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળે છે તેવી ચોક્કસ બાકીના આધારે તે જગ્યાએ રેડ કરતા 300 લીટર ના પ્લાસ્ટિકના 14 sintex ના ટાંકાઓમાં દેશી દારૂ ગાળવાનો વોશ આશરે લીટર 4200 લીટર કિંમત રૂપિયા 1 લાખ 5 હજાર નું પ્રોહી મુદ્દા માલ રાખી હાજર નહીં મળતા ગૃહ કરેલ હોય તમામ ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશન પાર્ટ સી પ્રોહી એક્ટર 2016 નવા સુધારાની કલમ 65 એફ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

વોન્ટેડ આરોપીઓ…
1. અજયસિંહ ઝાલા 2. ગોપાલસિંહ જુગતસિંહ ઝાલા 3. કુંદનસિંહ પ્રવિણસિંહ ઝાલા 4. અજીતસિંહ ચંદુસિંહ ઝાલા તમામ રહે માવાપુર (માવાની મુવાડી) તાલુકો પ્રાંતિજ જીલ્લો સાબરકાંઠા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


