>
Friday, July 3, 2026

ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો પ્રવેશોત્સવ વાલી સંમેલન પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમો યોજાયો : પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જરની પ્રેરક ઉપસ્થિતિ

ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો પ્રવેશોત્સવ વાલી સંમેલન પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમો યોજાયો : પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જરની પ્રેરક ઉપસ્થિતિ

ઉપલેટા તા. ૨

અહીંની ટાઉનહોલ બાપુના બાવલા ચોક ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ જાજરમાન કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં નવા સત્ર માટે વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત માં મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા શાલ ઓઢાડી પુસ્તક આપી પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે મહેમાનો નો પરિચય અને સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ દર્શનાબેન ચંદ્રવાડીયા એ કર્યું હતું આ તકે કોલેજના પ્રાધ્યાપકો ડો. રાજેશ રાઠોડ ડો. તૃપ્તિબેન સોઢા અને પ્રો. અંજલીબેન મારું ના પુસ્તકોનું રમેશભાઈ ધડુક અને એસ.પી. વિજયસિંહ ગુર્જરના હસ્તે વિમોચન કરવામાં આવેલ હતું તેમજ કોલેજ ને દાન આપનાર દાતાઓ પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા તથા તેમની ક્રિકેટ ટીમ નિકુલભાઇ ચંદ્રવાડીયા અને પાર્થ ચંદ્રવાડીયા તથા કોલેજના અધ્યાપક પરિવારનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા સ્કૂલ બોર્ડ ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા ભાજપના આગેવાન ભુપતભાઈ ગજેરા મહાવીરસિંહ વાળા નગરપાલિકાના સદસ્યો અજયભાઈ જાગાણી અશ્વિનભાઈ લાડાણી જગદીશભાઈ વિરમગામ વર્ષાબેન જેઠાભાઈ ડેર નિમિત પાનાસરા અમિત વસવેલીયા વિક્રમસિંહ સોલંકી રઘુભા સરવૈયા મહેશ સુવા અસ્મિતાબેન મુરાણી ચેતન કાલરીયા મયુર વાઘેલા મિતેશભાઈ સુપેડી સહિત કોલેજ સંચાલન સમિતિના સભ્યો કોલેજના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર હતા કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું જ્યારે કાર્યક્રમના સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે હતી.

રિપોર્ટ: નિલમ ભોલુ રાઠોડ ઉપલેટા. Mo. 98256 32765

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores