ગીરગઢડાના ઉંદરી ગામે LCB–SOGની સંયુક્ત કાર્યવાહી, ₹35 હજારથી વધુનો વિદેશી દારૂ અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગીરગઢડા, તા. 5 જુલાઈ: ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી ચાલુ રાખતા ગીર સોમનાથ પોલીસને વધુ એક સફળતા મળી છે. ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉંદરી ગામે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની સંયુક્ત ટીમે દરોડો પાડી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર તથા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત તથા તેમની ટીમ અને એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામે તળાવના કાંઠે ફુલકા રોડ પર મોબાઇલ ટાવર પાસે આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી.દરોડા દરમિયાન ભાનુબેન ધીરુભાઈ ભીખાભાઈ ચૌહાણ (ઉંમર 45, રહે. ઉંદરી, તા. ગીરગઢડા)ને પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 180 એમએલની ભારતીય બનાવટની વિદેશી દારૂની 272 બોટલો, 19 બિયર ટીન, 70 કોથળીમાં ભરેલો દેશી દારૂ તેમજ 40 કોથળીમાં ભરેલું શંકાસ્પદ સફેદ રંગનું ઘટ્ટ પ્રવાહી મળી કુલ અંદાજે ₹35,852નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર મામલે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ, એચ.એલ. જેબલિયા, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ જાની, કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડ, સંદીપસિંહ ઝણકાટ તેમજ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. પ્રતાપસિંહ ગોહીલ, સરમણભાઈ છેલાણા, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગઢીયા અને રણજીતસિંહ ચાવડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


