ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાના 80 હજાર કરતા વધુ કર્મચારીઓ માટે રાજ્યવ્યાપી પ્રશિક્ષણ વર્ગોનું આયોજન.
રાજ્યની 5000 જેટલી ગ્રાન્ટેડ શાળાઓના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા 15 લાખ રોપાઓનું વાવેતર કરી ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વેગવંતુ કરાશે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના આશરે 80,000 જેટલા કર્મચારીઓ માટે રાજ્યવ્યાપી પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગોનો પ્રારંભ **18 જુલાઈ, 2026 (શનિવાર)**થી થશે અને જુલાઈ તથા ઓગસ્ટ મહિનાના દરેક શનિવાર-રવિવારે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં યોજાશે.
આ કાર્યક્રમ અંગેની પૂર્વ તૈયારી અને આયોજન માટે એક બેઠક તા. 7 જુલાઈ, 2026 ને મંગળવારના રોજ ગાંધીનગર સ્થિત આચાર્ય સંઘના ‘સારસ્વત ભવન’ ખાતે યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉ.મા. શિક્ષક સંઘ, બિન શૈક્ષણિક કર્મચારી સંઘ જેવા વિવિધ સંગઠનોના આશરે 100 હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશિક્ષણ વર્ગોમાં રાજ્યની આશરે 5,000 ગ્રાન્ટેડ શાળાઓ સાથે સંકળાયેલા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ વહીવટી કર્મચારી સંગઠનોના સભ્યો ભાગ લેશે. રાજ્ય કક્ષાએથી તજજ્ઞ વક્તાઓ દ્વારા સંગઠનની વિચારધારા અને મૂલ્યો, કાર્યકર્તા વિકાસ, વ્યક્તિ નિર્માણ, નેતૃત્વ વિકાસ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સંગઠનની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના **“વિકસિત ભારત–2047”**ના સંકલ્પને સાકાર કરવા રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં NEP- 2020 અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન અંગે જાગૃતિ,સામૂહિક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવશે.
માન.કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરાઈ સમગ્ર રાજ્યમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી આગામી બે મહિનામાં અંદાજે 11 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ બેક ટુ સ્કુલ,સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ લાવવામાં આવશે, જેથી આ જનઆંદોલન ઘર-ઘર સુધી પહોંચે અને જવાબદાર, સંસ્કારી તથા રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ નાગરિકોના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓ, શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી બની “વિકસિત ભારત–2047” ના સંકલ્પને સફળ બનાવવા અપીલ કરી છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


