>
Sunday, July 26, 2026

વડાલીના નવા ચામું ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો

વડાલીના નવા ચામું ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો

 

વડાલી તાલુકાના નવા ચામું ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 136મા ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ યોજાયું. કાર્યક્રમ તાલુકા મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ વાતાવરણમાં ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા દેશના વિકાસ, જનભાગીદારી અને વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે વ્યક્ત કરાયેલા વિચારોને ઉપસ્થિત લોકોએ ધ્યાનપૂર્વક નિહાળ્યા અને સાંભળ્યા.

 

ભારતીય જનતા પાર્ટીના આયોજન અંતર્ગત વડાલી તાલુકાના કુલ 72 બુથમાં પ્રવાસી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તમામ 72 બુથ પર ‘મન કી બાત’ કાર્યક્રમનું સફળ આયોજન અને શ્રવણ કરવામાં આવ્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores