ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા બનાવાયેલ પિકઅપ સ્ટેન્ડ વષોથી શોભાના ગાઠિયા સમાન…
પીક અપ સ્ટેન્ડમાં પ્રજાને વષોથી તાપમાં શેકાવું પડે છે, બીજા બે સ્ટેન્ડ નો સુધારો કરાવ્યો, આરાધના સિનેમા પાસે આ સ્ટેન્ડ નો સુધારો ક્યારે
ખેડબ્રહ્મા શહેરમાં ગુજરાત સરકાર સ્વર્ણીમ ગુજરાત વર્ષ ૨૦૧૦ ખેડબ્રહ્મા નગર પાલીકા દ્વારા હાઈવે રોડ ઉપર તમામ આવતી જતી એસ.ટી બસ થોભાવી પેસેન્જરો લેવા ઉતારવા માટે નગરપાલીકા દ્વારા ખર્ચ કરી પીક અપ સ્ટેન્ડો બનાવેલ છે.જેમાં આરાધના સિનેમા, પેટ્રોલપંપ, નવા
મારવાડા, પાસે બનાવ્યા હતા બે પીકપ સ્ટેન્ડનો સુધારો કરીને પાલિકા દ્વારા મોટા બનાવવામાં આવ્યા, તો આરાધના સિનેમા બાજુમાં પીક અપ સ્ટેન્ડ માં વષોથી કોઈ સુધારો કરેલ નથી. પેસેન્જરોને તડકાથી તેમજ વરસાદથી બચવા માટે પીકપ સ્ટેન્ડ બનાવવામાં આવે છે.
અહીં તો માત્ર પીકઅપ સ્ટેન્ડ વષોથી શોભાના ગાંઠિયા સમાન
છે. આવા ન્યુ સ્ટાઈલ પીકઅપ સ્ટેન્ડ માં ઉનાળાની ગરમીમાં પણ તડકો આવે છે, અને ચોમાસા વરસાદ થી ભીંજાવું પડે છે .પ્રજાને ઉપયોગી આવે એવા મોટી છતવાળા પીકપ સ્ટેન્ડ જોઈએ. જેથી પ્રજાને છાયો પણ મળે અને વરસાદ માં ભીજાયે નહી.તંત્ર દ્વારા આરાધના સિનેમા પાસે પીક અપ સ્ટેન્ડ જે નાનું છે તે સત્વરે મોટું બનાવવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


