વડાલી તાલુકાના ભંડવાલ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી
વડાલી તાલુકાના ભંડવાલ ગામ ખાતે આવેલ પવિત્ર ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભુવનેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી રવિન્દ્રગીરીજી મહારાજનું વિપુલ લોનવાલા ગામના આગેવાનો તેમજ સ્નેહીજનો દ્વારા શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત ભક્તજનોએ મહંતશ્રીના પાવન ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમ બાદ સૌએ ભક્તિભાવ સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મહંત શ્રી રવિન્દ્રગીરીજી મહારાજના સન્માન પ્રસંગે વિપુલ લોનવાલા સહિત ગામના આગેવાનો, ભક્તો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંતે સૌએ ગુરુપૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી.
બ્યુરો રિપોર્ટ: વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો. નં.: 9998340891


