>
Wednesday, July 29, 2026

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શામળાજી મંદિરે દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શામળાજી મંદિરે દર્શન કર્યા

 

રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી; સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

મુખ્યમંત્રીશ્રીએ ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે. ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી ભક્તોને વિશેષ પુણ્ય અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે…

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores