વડાલી મામલતદાર કચેરીમાં દિવ્યાંગ સુવિધા ના દાવા ખોખલા..
વડાલી મામલતદાર કચેરીમાં વ્હીલચેરના અભાવે કર્મચારીને ગેટ પર જ કરવું પડ્યું KYC…
રાજ્ય સરકાર દ્વારા વડાલી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ મામલતદાર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનોને સરળતાથી સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી પ્રવેશદ્વાર પર રેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, વાસ્તવિક સ્થિતિમાં મૂળભૂત સુવિધાના અભાવે આ વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં એક દિવ્યાંગ અરજદાર KYC પ્રક્રિયા માટે મામલતદાર કચેરી પહોંચ્યો હતો. રેમ્પ હોવા છતાં કચેરીમાં વ્હીલચેર ઉપલબ્ધ ન હોવાથી અરજદારને અંદર લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ હતી. પરિણામે સમાજ સુરક્ષા શાખાના કર્મચારીએ પોતાનું ટેબલ છોડી કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સુધી જઈ અરજદારની KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પડી હતી.
આ ઘટના રાજ્ય સરકારના ‘સુગમ્ય ગુજરાત’ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સરકારી કચેરીના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. લાખો રૂપિયાના ખર્ચે આધુનિક કચેરી ઉભી કરવામાં આવી હોવા છતાં દિવ્યાંગો માટે વ્હીલચેર જેવી સામાન્ય અને આવશ્યક સુવિધાનો અભાવ તંત્રની બેદરકારી દર્શાવે છે.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


