ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ થી દેરોલ ના મુખ્ય માર્ગ પર નવા બનાવાયેલા ઘરનાળા ઉપર પડેલા ખાડાઓથી અકસ્માતનો ભય….
શીલવાડ ગામથી દેરોલ જવાના મુખ્ય માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલા ગરનાળા ઉપર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. આ માર્ગ પરથી દરરોજ વિદ્યાર્થીઓ,ખેડૂતો, તેમજ અન્ય ગ્રામજનોની સતત અવરજવર રહે છે. ઘરનાળા ઉપર પડેલા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તો શું સ્થાનિક વહીવટી તંત્ર કોઈ અકસ્માત થાય અને કોઈ જાન હાની થાય તેની રાહ જોઈ રહી છે કે શું? મળતી માહિતી મુજબ સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે કે નવું બાંધકામ હોવા છતાં ટૂંકા સમયમાં જ ઘરનાળા ઉપર ખાડા પડી જવું કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા કરે છે. જો તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસાના સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ગ્રામજનો સંબંધિત માર્ગ અને મકાન વિભાગ, વહીવટી તંત્ર તથા જવાબદાર અધિકારીઓને વિનંતી કરે છે કે ઘટનાસ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરીને ખાડાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


