હિંમતનગર તાલુકાના પ્રેમપુર શ્રી રામજી મંદિર માં સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
તા.૦૭/૦૮/૨૦૨૬, શુક્રવારના રોજ સમય ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર. નિર્દેશિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, સાબરકાંઠા જી.પં., હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ શ્રીરામજી મંદિર, પ્રેમપૂર ગામ, તા હિંમતનગર ખાતે રોટરી ક્લબ , હિંમતનગર ના સહયોગથી સરકારી આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. 
આ કેમ્પ અંતર્ગત પ્રમુખશ્રી, રામજી મંદિર, સરપંચશ્રી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

👉કેમ્પના લાભાર્થી
આયુર્વેદ ઓપીડી – ૯૭
હોમિયોપેથીક ઓપીડી – ૮૬
આર્સેનિક આલ્બમ વિતરણ- ૧૮૦
આરોગ્ય માર્ગદર્શન -૧૩૦
ચાર્ટસ પ્રદર્શન-૨૦૦
પત્રિકા વિતરણ – ૨૦૦
આંગણવાડી માર્ગદર્શન – ૨૨
શાળા આરોગ્ય – ૧૨૦
સુવર્ણ પ્રાશન – ૧૫૦
અમૃત પેય ઉકાળા – ૧૦૦+
યોગ લાભાર્થી – ૨૪

👉 કેમ્પમાં સેવા આપનાર:-
૧)ડો. હિતેન્દ્ર પટેલ
મે. ઓ. ખેડાવાડા
૨)વૈધ હેમલ સુથાર
ઇંચા . મે. ઓ. સાચોદર
તથા *સેવક* ખેડાવાડા અને સાચોદર
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


