પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત ક્લસ્ટર સ્તરીય ‘કલા ઉત્સવ’નું સફળ આયોજન કરાયું…
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી અભિગમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે ગાંધીનગર ક્લસ્ટરની આઠ કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં દાંતીવાડા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, વડસર અને હિંમતનગર સહિતની કુલ ૦૮ કેન્દ્રીય વિદ્યાલયોના ૨૫૯ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કલા ઉત્સવ અંતર્ગત કુલ ૧૫ જેટલી અલગ-અલગ સાંસ્કૃતિક ગતિવિધિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાની સાથે પ્રાચીન કલાઓ અને આધુનિક ગતિવિધિઓ વચ્ચે સેતુ બાંધવાનો હતો. આ સ્પર્ધાઓમાં સમૂહ નૃત્ય, સમૂહ ગાન, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય તથા લોક સંગીત સાધનો (મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) વગાડવાની સ્પર્ધા, ટુ-ડી અને થ્રી-ડી પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ તેમજ માટી દ્વારા રમકડાઓનું નિર્માણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલા કૌશલ્યના અદ્ભુત દર્શન કરાવ્યા હતા.

કાર્યક્રમમાં આસામ રાજ્યને વિશેષ રૂપે કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ આસામની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને ઉજાગર કરતા વિશેષ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા અને તેની સાથે સંકળાયેલી સાંસ્કૃતિક ગતિવિધિઓ પ્રસ્તુત કરી હતી.
સંસ્થાના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રપ્રસાદના કુશળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમગ્ર કલા ઉત્સવને સફળ બનાવવા માટે કલા શિક્ષક શ્રી સુરેશ મકવાણા, સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર અને સંગીતના શિક્ષક શ્રી કપિલ ગંધર્વ દ્વારા વિશેષ પ્રયત્નો અને જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે આ આયોજન ખૂબ જ યાદગાર અને સફળ રહ્યું હતું.
બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9990340891


