>
Monday, August 3, 2026

દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા 150 દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું.

દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા 150 દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું..

 

તા. 01-08-2026ના રોજ દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે સેવા અને સહાયના ઉમદા હેતુથી કૃત્રિમ અંગો તથા સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન કુલ 150 લાભાર્થીઓને કેલિપર્સ, ઘૂંટણથી નીચે કપાયેલા પગ (Below Knee Prosthesis) તેમજ ઘૂંટણથી ઉપર કપાયેલા પગ (Above Knee Prosthesis) સહિતના કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી કલ્પેશભાઈ કટારિયા, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી મણિલાલ રાવળ અનિલભાઈ થા શ્રી કાળુસિંહજી ઉપસ્થિત રહી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં સનાતન સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પન્નાભાઈ સેવકના સહયોગથી તમામ લાભાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમનું ઉદ્ઘાટન સમક સુરક્ષા અધિકારી શ્રી એમ. કે. જોષી સાહેબના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું હતું.

 

દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores