>
Sunday, August 2, 2026

રોટરી ક્લબ હીમતનગરનો બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન..,

રોટરી ક્લબ હિંમતનગરનો બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન..,

 

45 બોટલ રક્ત GMERS સિવિલ હોસ્પિટલને અર્પણ કરાઈ.

 

રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સોહમ ધ ફેમિલી સ્ટોર, ગાયત્રી મંદિર રોડ, મહાવીરનગર, હિંમતનગર ખાતે સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને શહેરના નાગરિકો તથા રોટરી સભ્યો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.

કેમ્પ દરમિયાન કુલ 45 બોટલ રક્ત એકત્રિત કરી GMERS સિવિલ હોસ્પિટલ, હિંમતનગરને અર્પણ કરવામાં આવ્યું. આ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને જીવનદાયી સહાય મળી રહેશે.

 

આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના માનનીય મહાનુભાવો – ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. નૈમિશ એન. રવાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની રો. વિક્રમ ઠક્કર તથા AG ઝોન-11 શ્રી અજય પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ભવનાની, ડૉ. વી. એ. ગોપલાની અને શ્રી શિવકુમાર તલરેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

રોટરી ક્લબ હિંમતનગરના પ્રમુખ રો. મનીષ કિંમતાણીએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા આગામી એક વર્ષ દરમિયાન GMERS સિવિલ હોસ્પિટલને 500 બોટલ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

 

આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ હિંમતનગરની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રમુખ રો. મનીષ કિંમતાણી, સેક્રેટરી રો. જે. પી. રાવલ, ફેસિલિટેટર રો. રસિક પટેલ, પ્રોજેક્ટ ચેરમેન રો. રાજેશ પટેલ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રો. ડૉ. યતીશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું.

 

આ ઉપરાંત રો. એ. પી. દોશી, પાસ્ટ પ્રમુખ રો. રાજુ અમીન, રો. કિરીટ પટેલ, રો. દિલીપભાઈ શાહ, રો. પ્રફુલ કાથાવાલા, રો. પિયુષ પટેલ (એક્ટર), રો. મેહુલ કોઠારી, રો. ભાવિક પટેલ, રો. બૃજેશ નાઈ, રો. હેતપાલસિંહ, રો. ભદ્રેશ પટેલ, રો. વ્રજ, રો. મયંકભાઈ, રો. અપુર્વ શાહ, રો. સોનુ રંગલાણી, રો. સાહિલ, વિજાપુરના રોટરીયન કનુભાઈ તથા પાટણના રોટરીયન બાબુભાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

આ કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાનના આ સેવાયજ્ઞમાં સક્રિય સહભાગી બની તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમના ઉત્સાહ અને સહયોગને કારણે સમગ્ર કાર્યક્રમ વધુ સફળ અને પ્રેરણાદાયી બન્યો હતો.

 

રોટરી ક્લબ હિંમતનગર દ્વારા તમામ રક્તદાતાઓ, રોટરી સભ્યો, બહેનો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજસેવાના આવા કાર્યોમાં સતત જનસહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores