તલોદ ખાતે સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરાયું.
કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા શાળા સંચાલક મંડળના મહામંત્રી શ્રી ગોસ્વામી દિનેશ પુરીના શાબ્દિક સ્વાગત આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી આકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંઘોના પ્રમુખશ્રીઓ અને અગ્રણી વક્તાશ્રીઓએ શૈક્ષણિક અને કર્મચારી હિતલક્ષી મહત્વના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું:
સંગઠનની મુખ્ય માંગણીઓ
૧. GPF નો લાભ: ૦૧/૦૪/૨૦૦૫ પછી નિયુક્ત થયેલા કર્મચારીઓને જીપીએફ (GPF) નો લાભ આપવો.
૨. જૂના શિક્ષકોની NOC અને વતન લાભ: જિલ્લા બહારના શિક્ષકોને મોટી સંખ્યામાં NOC મળી રહે અને તેઓને પોતાના વતનનો લાભ મજબૂત રજૂઆત કરશે.

ઉપસ્થિત મહાનુભાવો રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ
ભાનુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ પટેલ.
ભોજન વ્યવસ્થા તલોદ તાલુકા આચાર્ય સંઘ પરિવાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


