>
Monday, August 3, 2026

ચિઠોડા ખાતે પૂજ્ય મુનિરાજશ્રીઓના સાનિધ્યમાં ઐતિહાસિક ચાતુર્માસ મંગલ કળશ સ્થાપના મહોત્સવ સંપન્ન: દર રવિવારે રામાયણ (જૈન શાસ્ત્ર અનુસાર) પર જાહેર પ્રવચન યોજાશે

ચિઠોડા ખાતે પૂજ્ય મુનિરાજશ્રીઓના સાનિધ્યમાં ઐતિહાસિક ચાતુર્માસ મંગલ કળશ સ્થાપના મહોત્સવ સંપન્ન: દર રવિવારે રામાયણ (જૈન શાસ્ત્ર અનુસાર) પર જાહેર પ્રવચન યોજાશે

વિજયનગર તાલુકાના ચિઠોડા ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા પરમ પૂજ્ય ૧૦૮ મુનિશ્રી પ્રક્ષાલસાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ૧૦૮ મુનિશ્રી રત્નત્રયસાગરજી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં વર્ષાયોગ ૨૦૨૬ અંતર્ગત ઐતિહાસિક ચાતુર્માસ મંગલ કળશ સ્થાપના મહોત્સવ અત્યંત ભક્તિસભર અને ઉત્સાહપૂર્વકના માહોલમાં સંપન્ન થયો હતો.

મહોત્સવનો પ્રારંભ મંગલ દીપ પ્રજ્વલન, ચિત્ર અનાવરણ અને ભવ્ય ધ્વજારોહણ વિધિ સાથે થયો હતો. ચિઠોડા દિગંબર જૈન સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ એફ. ગાંધી તથા ચાતુર્માસ કમિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ એમ. શાહ, દ્વારા સમગ્ર આયોજનની આગેવાની લેવામાં આવી હતી. બાળાઓ અને મહિલા મંડળ દ્વારા મંગલાચરણ તેમજ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

ચાતુર્માસ અને કળશ સ્થાપનાનું આધ્યાત્મિક મહત્વ:

 

પૂજ્ય મુનિરાજશ્રીઓએ પોતાના અમૃત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચાતુર્માસ એ આત્મ-સાધના, તપ, સંયમ અને ગુરુ ભક્તિનો પાવન અવસર છે. મંગલ કળશ સ્થાપના એ માત્ર વિધિ નથી પરંતુ હૃદયમાં પવિત્રતા, સમતા અને શાંતિ સ્થાપિત કરવાનું પ્રતીક છે. આ તકે પૂજ્ય મહારાજશ્રી દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવી હતી કે ચાતુર્માસ દરમિયાન દર રવિવારે રામાયણ પર જાહેર પ્રવચન યોજાશે, જેમાં ધર્મપ્રેમી જનતાને રામાયણના આદર્શો અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન મળશે.

 

રાજકીય એવં સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ

 

આ ઐતિહાસિક પ્રસંગે વિજયનગર તાલુકા પંચાયતના માજી પ્રમુખ તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલના ધર્મપત્ની **શ્રીમતી ઇન્દુબેન કોટવાલ** સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચિઠોડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ સમાજના લોકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી ધર્મલાભ લીધો હતો.

 

મંગલ કળશ બોલીના લાભાર્થીઓ:

 

 

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપ કળશ સ્થાપનામાં હિંમતનગરની મોન્ટેઝ લેબોરેટરીઝના શ્રી કાંતિભાઈ શાહ પરિવારે પ્રથમ સર્વશ્રેષ્ઠ મુખ્ય *વિરાગ મંગલ કળશ* સ્થાપિત કરવાનો સર્વોચ્ચ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય વિશેષ મંગલ કળશમાં વિશુદ્ધ મંગલ કલશ, વિભવ મંગલ કલશ, પ્રક્ષાલ મંગલ કલશ તથા રત્નત્રય મંગલ કળશનો લાભ વિવિધ સાધર્મિક પરિવારોએ લીધો હતો.

 

સમગ્ર કાર્યક્રમનું સફળ અને પ્રભાવશાળી મંચ સંચાલન સમસ્ત દિગંબર જૈન સમાજ વિજયનગરના અધ્યક્ષ શ્રી કાન્તીભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પધારેલા તમામ અતિથિઓ માટે શુદ્ધ વાત્સલ્ય ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. આયોજનને સફળ બનાવવા બદલ ચિઠોડા જૈન સમાજ તથા ચાતુર્માસ કમિટી દ્વારા તમામ દાતાશ્રીઓ, કાર્યકરો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores