એક ભારત ન્યુઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ થતા 7 દિવસમાં હરકતમાં આવ્યું તંત્ર..
વડાલી મામલતદાર કચેરીમાં દિવ્યાંગો માટે વ્હીલ ચેર મુકાઈ..
વડાલી મામલતદાર કચેરીમાં આખરે દિવ્યાંગો માટે વ્હીલચેર મૂકાઈ
અહેવાલ છપાતાં જ તંત્રની ઊંઘ ઊડી; વર્ષોથી અવગણાયેલી પ્રાથમિક સુવિધા આખરે ઉપલબ્ધ કરાઈ.
વડાલી મામલતદાર કચેરીમાં દિવ્યાંગ નાગરિકો પ્રત્યે વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા અને અસંવેદનશીલતા સામે લાવતો દિવ્ય ભાસ્કરનો અહેવાલ અસરકારક સાબિત થયો છે. કરોડોના ખર્ચે બનેલી આધુનિક કચેરીમાં દિવ્યાંગો માટે વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી એક દિવ્યાંગ અરજદારનું કેવાયસી (KYC) કરવા સરકારી કર્મચારીને પોતાનું ટેબલ છોડીને કચેરીના મુખ્ય દરવાજા સુધી જવું પડ્યું હતું. આ ઘટનાએ તંત્રના દિવ્યાંગ સુવિધા સંબંધિત દાવાઓની હકીકત ખુલ્લી પાડી હતી.
આ ગંભીર બેદરકારી અંગે એક ભારત ન્યુઝ માં સાત દિવસ અગાઉ અગ્રસ્થાને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રકાશિત થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને જે સુવિધા વર્ષોથી ઉપલબ્ધ ન હતી તે માત્ર સાત દિવસમાં ઉપલબ્ધ થઈ ગઈ.
મામલતદાર કચેરી દ્વારા દિવ્યાંગ નાગરિકોની સુવિધા માટે નવી વ્હીલચેર ખરીદી કચેરીમાં મૂકવામાં આવી છે. હવે દિવ્યાંગ અરજદારોને સરકારી સેવાઓ મેળવવા માટે અનાવશ્યક હાલાકીનો સામનો કરવો નહીં પડે.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


