>
Tuesday, August 11, 2026

સાબરકાંઠા જિલ્લાના રેલવેના પ્રશ્નો બાબતે અધિકારીઓનું ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં સ્થળ નિરીક્ષણ..

સાબરકાંઠા જિલ્લાના રેલવેના પ્રશ્નો બાબતે અધિકારીઓનું ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં સ્થળ નિરીક્ષણ..

 

સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા ની રજૂઆત બાદ રેલવે અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું…

​સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજીને કરેલી રજૂઆતના પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામા શ્રેય પાંડે અને અમદાવાદ રેલવે જનરલ મેનેજર શ્રી વેદ પ્રકાશજીએ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી સ્પેશિયલ ટ્રેન દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ ખેડબ્રહ્મા ખાતે DRUCC મેમ્બર શ્રી મોહનભાઈ પી. પટેલ, વેપારી મહામંડળના આગેવાનો શ્રી વિજયભાઈ ચાવલા, શ્રી શૈલેષભાઈ અને શ્રી રમણભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશ પી. પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી અરવિંદભાઈ ઠક્કર, મામલતદાર શ્રી બુબડીયા, રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસ ઓફિસરની સાથે સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

 

​આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા શ્રાવણ માસ અને ભાદરવી પૂનમના યાત્રાળુઓ માટે અમદાવાદ (અસારવા)થી બીજો રૂટ તાત્કાલિક ચાલુ કરવા, વડાલી, જાદર અને મહાદેવપુરામાં સ્ટોપેજ આપવા, તેમજ મુંબઈ-ખેડબ્રહ્મા વચ્ચે ગુજરાત મેલ શરૂ કરવા વિશેષ રજૂઆત કરી હતી. આ સાથે ખેડબ્રહ્મા-હડાદ રેલવે લાઈનની કામગીરી ઝડપી કરવા, અન્ય રાજ્ય સાથે રેલવે સુવિધા જોડવા અને અમદાવાદથી હિંમતનગર થઈને દિલ્હી સુધી વંદે ભારત અથવા સુપર ફાસ્ટ ટ્રેનની ફાળવણી કરવા વિશે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેની સામે પશ્ચિમ ઝોનના જનરલ મેનેજરશ્રી દ્વારા આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.

 

​આ ઉપરાંત, સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ પણ દિલ્હીથી ટેલિફોનિક ચર્ચા કરી વડાલી, જાદર અને મહાદેવપુરા સ્ટોપેજ અને પ્લેટફોર્મની લંબાઈ વધારવાની સાથે સાથે મુંબઈ-ખેડબ્રહ્મા ગુજરાત મેલ તેમજ અમદાવાદ-હિંમતનગર-દિલ્હી વંદે ભારત અથવા સુપર ફાસ્ટ ટ્રેનની સુવિધા ઊભી કરવા અંગે પણ રજૂઆત કરી આ તમામ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી રિપોર્ટ સોંપવા સૂચન કર્યું હતું. જેથી આગામી સમયમાં જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા સેવાઈ રહી છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores