>
Wednesday, August 12, 2026

​વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન…

​વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન…

​શેઠ સી.જે. હાઈસ્કૂલ, વડાલી ખાતે વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા “સંગઠન પર્વ ૨૦૨૬” નું એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના શાબ્દિક સ્વાગત પ્રવચનથી થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું કુશળ અને સુચારું સંચાલન શ્રી રાકેશભાઈ પટેલ અને ડૉ હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

​આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંઘોના પ્રમુખશ્રીઓ અને અગ્રણી વક્તાશ્રીઓએ શૈક્ષણિક તથા કર્મચારી હિતલક્ષી મહત્વના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

​શ્રી સુરેશભાઈ પટેલ (કન્વીનર, સંગઠન પર્વ ૨૦૨૬): ગ્રાન્ટેડ શાળાઓની વર્તમાન દશા અને ભવિષ્યની દિશા.

​શ્રી ચિરાગભાઈ (ઉપપ્રમુખ, જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ): સંઘની અનિવાર્યતા અને કર્મચારીઓના હક્ક તથા સલામતી.

​શ્રી અતુલ પટેલ (આચાર્ય, શેરપુર હાઈસ્કૂલ): સંગઠન એટલે શું? સંઘ ભાવના અને સંઘ ટકે કેવી રીતે.

​શ્રી અજીત પટેલ (પ્રમુખ, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ): સંઘોનો ઈતિહાસ અને બોર્ડ પરીક્ષાની કામગીરી.

​શ્રી ગજેન્દ્ર પટેલ (પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા શાળા આચાર્ય સંઘ): કલ્યાણ નિધિ યોજના, પગાર કામગીરી, MOU અને સ્વજન સહાય યોજના.

​શ્રી મહેન્દ્રભાઈ પટેલ (પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળ): સંચાલક મંડળની સત્તાઓ અને ભાવી શૈક્ષણિક વિકાસ.

​આયોજકોને અભિનંદન અને આભાર વિધિ:

​જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તાલુકા સંકલન સમિતિના પ્રમુખશ્રી, હોદ્દેદારો અને તમામ કાર્યકર્તા મિત્રોને ક્ષતિરહિત, સુચારુ અને ભવ્ય વ્યવસ્થા ગોઠવવા બદલ વિશેષ અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઊંચીધનાલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાશ્રીઓ અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

​સમગ્ર સભા ‘વંદે માતરમ્’ ના ઘોષ સાથે દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં વિસર્જિત થઈ હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores