ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા દ્વારા પ્રદેશ અધ્યક્ષ મા. જગદીશ વિશ્વકર્મા સાહેબ ના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા..

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ ભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સેવાના વિવિધ કાર્યો હાથધરવામાં આવ્યા જેમાં વડાલી તાલુકાના હઠોજ પુર્ણેશ્વર મહાદેવ તથા ધામડી અન્નક્ષેત્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. વેડાછાવણી તથા નવાચામું પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબુક તથા સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તદુપરાંત વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા સંગઠનના પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, ડાયાજી ઠાકોર,તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ દેસાઈ,નરેશભાઈ પટેલ, રમણભાઈ પંચાલ, દિનેશભાઈ રાવલ, નરેન્દ્ર સિંહ વાઘેલા સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


