>
Tuesday, August 25, 2026

વેટલા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેટલા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

 

વડાલી તાલુકાના વેટલા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ, માતાઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતાઓ અને બાળકોએ IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લઈને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વૃક્ષોના જતન અને પર્યાવરણના સંરક્ષણ અંગે સૌને પ્રેરણા આપવામાં આવી હતી.

 

વેટલા પ્રાથમિક શાળાએ અગાઉ પણ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શાળાને કુલ ચાર એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. શાળાની આ સિદ્ધિ બદલ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

શાળાના આવા વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કેળવાઈ રહી છે અને શાળા દ્વારા સમાજમાં પણ સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ

સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores